બાળ વાર્તા - કોણ ભિખારી ?

ભીડ ભરેલા બજારમાં શાકભાજીની લારી લગાવવા માટે લાલુને સવારે આવતા જ નગરપાલિકાના કર્મચારીઓને વસૂલી આપવી પડતી હતી. ટ્રાફિક પોલીસને રોજ સાંજે ત્રીસ રૂપિયા આપવા પડતા હતા, જેથી ટ્રાફિક વ્યવસ્થિત ચાલી શકે.


આજે સાંજે લારી પર ગ્રાહકોની સારી એવી ભીડ એકઠી થઈ હતી. તેને ગ્રાહકોની વચ્ચે વ્યસ્ત જોઈને પોલીસવાળો એક બાજુ ઉભો થઈ ગયો. તેણે હાથમાં પકડેલો ડંડો બાજુ પર મુકી દીધો હતો.

ગ્રાહકોથી ફુરસદ મળતા જ તે પોલીસવાળાને આપવા રૂપિયા એકત્ર કરી જ રહ્યો હતો, એટલામાં એક ભિખારી આશીર્વાદના વચનો બોલતો બોલતો તેની સામે આવીને ઉભો રહી ગયો. એક રૂપિયાનો સિક્કો તેણા વાંડકામાં નાખીને તે પોલીસવાળા રૂપિયા આપીને ગુસ્સામાં બોલ્યો - 'આખો દિવસ ભીખ માંગનારા હેરાન કરી નાખે છે સાહેબ... ભગવાન જાણે આ લોકોથી મુક્તિ ક્યારે મળશે ?


આ પણ વાંચો :