ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : સોમવાર, 22 જાન્યુઆરી 2018 (12:43 IST)

"પદ્માવતી’નો ઈતિહાસ - શા માટે કર્યું હતું જોહર

રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી સદીની મહાન ભારતીય રાણી પદ્માવતીના સાહસ અને ત્યાગની ગૌરવગાથા ઈતિહાસમાં અમર છે . સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્માવતીનો લગ્ન ચિતૌડના રાજા રતનસિંહ સાથે થયું હતું. 
મહારાણી પદ્માવતી(પદ્મની) મહારાજા રત્નસિંહની 15 પત્નીઓમાંની એક હતી અને રાણી નાગમતી સાથેની તેમની મુખ્ય પત્ની હતી.રાણી પદ્માવતી ખૂબ સુંદર હતી અને તેમની સુંદરતા, તેમની સુંદરતાના વખાણ દૂર-દૂર સુધી હતા. પદ્માવતી પર કવિતા પણ લખેલી છે જેમાં બહુ સારી રીતે પ્રસ્તુત કર્યું છે. રાણી પદ્માવતીની પાસે એક બોલનાર પોપટ "હીરામણી" પણ હતો. રાણી પદ્માવતી સૌંદર્યનો અંબાર હતી. તેમનાં સૌંદર્યની ચારેકોર ચર્ચા થતી હતી.રાણી પદ્માવતીનો શરીર આટલું સુંદર હતો કે જો એ પાણી પણ પીતી હતી તો તેમના ગળાની અંદરથી પાણી જોઈ શકાય. જો એ પાન ખાતી તો પાનનો લાલ રંગ તેમના ગળામાં નજર આવતું. 
અલાઉદ્દીન ખિલજી 
દિલ્હીના સિંહાસન પર દિલ્હી સલ્તનતનું રાજય હતું. સુલતાને ઘણીવાર મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલો કર્યો. સુંદર રાણી પદ્મિની મેળવવા માટે અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણમાંનો એક પર હુમલો કરવામાં આવ્યો. રાણી પદમાવતીના સૌંદર્યની વાત સાંભળી ખિલજીની આંખો પહોળી થઈ જાય છે. ખિલજી પાસે એક રતનસિંહનો વિરોધી એક ભેદી  રતનસિંહ સાથે દગો કરે છે અને ખિલજીને રતનસિંહના બધા ભેદ આપે છે. ખિલજી તેનો ઉપયોગ કરી રતનસિંહ સામે દુશ્મની કાઢે છે. 
 
કિલ્લાની ઘેરાબંધી કરીને ખિલજી સીધી રાણી પદ્માવતી ઉપરાંત તમામ ખૂબસુરત મહિલાઓની માંગ કરે છે. ખિલજીનું સૈન્ય રાણી પદ્માવતી માટે યુધ્ધ કરવા રાજી ન હતું કારણ કે સૈનાની જીત અંગે શંકા હોય છે તેથી યુધ્ધથી દુર રહેવાનો મત પ્રગટ કરે છે. ખિલજી સૈન્યને ખુશ કરવા માટે દરેક સૈનિક માટે એક મહિલાને સુપ્રત કરવાની વાત કરે છે. 
 
ચિતૌડગઢ પર ચઢાઈ... 
28મી જાન્યુઆરી 1303માં અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર ચઢાઈ કરે છે. અને ખિલજી ચિતોડગઢમાં દૂત મોકલીએ યુદ્ધની ચેતવણી આપે છે. ખિલજીની ચિતોડના કિલ્લાને ચારેબાજુથી ધેરી લે છે. ઘેરાબંદી કરી ખિલજી રાણી પદ્માવતીની અને સુંદર મહિલાઓની માંગણી કરે છે. આશરે 7-8 મહિલા સુધી ખિલજી કિલ્લાની ઘેરબંદી કરી રાખે છે .  ખિલજી ત્યારે રાણી પદ્માવતીની એક ઝલક જોવાની માંગ કરે છે. એ કહે છે કે મને રાણીની એક ઝલક જોવાઈ નાખો તો હું સેના સાથે તરત જ ચિતોડ મૂકી નાખીશ. ખિલજીની વાતતો મહારાજ રતનસિંહ ફરી ના પાડે છે. તેથી આ વખતે ખિલજી રતનસિંહને પકડી તેને બાંદી બનાવી લે છે. 
 
એણે એ શરતે એને છોડવાનું કહ્યું હતું કે જ્યાં સુધી રાણી પદ્માવતી પોતાના પડાવમાં નહીં આવે ત્યાં સુધી પોતે રતનસિંહને નહીં છોડે. સામે બાજુ, રાણી પદ્માવતીએ પણ એક ચાલ રમી હતી. એણે કહેવડાવ્યું કે પોતે એક વાર રાજા રતનસિંહને મળવા માગ એણે પોતાની અને દાસીઓની ડોલીમાં 150 સૈનિકોને મોકલી દીધા હતા, જેમણે ખિલજીના પડાવમાં પહોંચતા હુમલો કર્યો હતો. એનાથી ખિલજી ભડક્યો હતો અને ચિતૌડના કિલ્લા પર ચઢાઈ કરી હતી. એણે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘેરી રાખ્યો હતો, પરિણામે રાજપૂતી કિલ્લામાં ખાવા-પીવાનો પુરવઠો ખતમ થવા આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કિલ્લામાંના લોકોએ ખિલજી સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.
>