ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : શનિવાર, 20 મે 2017 (12:48 IST)

Child Story - ટાબરિયાનુ પરાક્રમ

એક છેવાડાનુ ગામ  હતું. સરહદી ગામ હતું. ગામમાં વસતી થોડી હતી. ગામની જરૂરિયાતો એવા તળાવ, કૂવો, ચબૂતરો , હવાડો હતો. ખેતીલાયક જમીન હતી. ખેતરો હતા. મહાદેવજીનું જૂનુ મંદિર હતું. ગામમાં સારી એકતા હતી. વાર તહેવારે સૌ એકઠા થતા અને ગામના ગજા પ્રમાણે રામનવમી ,જન્માષ્ટમી શિવરાત્રિ અને નવરાત્રિ ઉજવતા હતા. દિવાળીના તહેવારો પણ પરંપરાગત રીતથી કોઈપણ જાતની ઝાકમઝોડ સિવાય ઉજવતા હતા. સહુ આનંદમાં રહેતા હતા. સંપીને રહેતા હતા. ગામના વડીલોની વાતને સૌ માનતા અને નાના મોટા ઝગડામાં તેમની સલાહને અનુસરતા સૌને ખેતરો હતા અને દેવું ના રહે તેટલી કમાણી થતી હતી.  કુટેવો ન હતી. 
 
ગામના એક શાળા હતી, સાત ઘોરણ સુધીની . ગામ સરહદી હતું પણ પોલીસચોકી દૂરના સ્થળે હતી. ત્યાં દૂરના એક ભાઈ શિક્ષક તરીકે નિમૂણક પામ્યા હતા. એકલા હતા. ઉત્સાહી હતા. સૌની સાથે હળી મળીને રહેતા અને સંસ્કાર  શિક્ષક બાળકોને આપતા. તે જાતે રાશી લેતા, જમતા અને સ્કૂલ છૂટયા બાદ બીજી સાંસકૃતિક પ્રવૃતિઓ હલાવતા. ધ્વજવંદન કરાવતા , બાળકોને રાષ્ટૃપ્રેમના ગીતો શીખડાવતા. ગાત અને ગવડાવતા. તેઓ બાળકોને હમેશા બહાદુર અને નીડર બનવાની  શીખ આપતા. સત્યને અનુસરવાનું કહેતા. સાથોસાથ અન્યાય સામે કદી નહી ઝૂકવામા ગુણો તેમણે બાળકોને ગળથૂથીમાં ઉતાર્યા હતા. વ્યસનો નહી કરવા જણાવતા. 
 
આ ગામમાં એક શમશાન હતું. તે શમશાન ગામથી અડધો માઈલ દૂર હતું.  ત્યાં થોડા વખતથી આગના ભડકા થતા. લોકો જોતા. ઘણીવાર તો બિહામણી કિકિયારીઓના અવાજો ત્યાંથી સંભળાતા ગામના આ વાત રોજ ચર્ચાતી હતી. પણ કોઈ પહેલ કરવા તૈયાર ન હતું. તે બાજુ આવેલા ખેતરોમાં રાતવાસો કરવાનુ પણ ત્યાના ખેડુતોએ પડતું મૂકયુ હતુ. 
 
શિક્ષકના કાને  આ વાત આવી. તેમણે ગામના બાળકોની એક સરક્ષક સેના ઉભી કરી. તેમા ત્રણ ટાબરિયા મનુ, કનુ અને છ્ગન હતા. બહુ જ ચકરાક અને નીડર હતા. શિક્ષકે તેમની સાથે એક યોજના વિચારી. એક રાતે અગના ભડકા દેખાવના ચાલૂ થયા અને કિકિરિયાનો અવાજ આવાવનું ચાલૂ થયું ત્યારે શિક્ષક અને ત્રણે ટાબરિયા હાથમાં લાકડેઓ લઈને જવા તૈયાર થય. ગામના લોકો વારવા લાગ્ય અકહેવા લાગ્યા કે , કદાચ આ સરહદપારથી આવેલા ગુંડાઓનુ કે  ભૂતનું કામ હોય્ પરંતુ કોઈપણ ગુંડા કે ભૂતથી બીએ એ બીજા . પછી તો ગામના બીજા થોડા માણસોથી તેમનાથી થોડું અંતર રાખીને પાછડ ચાલવા લાગ્યા. શિક્ષક ,મનુ ,કમુ  અને છગન સમશાનની નજીક આવી ગયા. અધારી રાત હતી. છુપાતા છુપાતા ગયા અને એક ઉંચા નજીકના વડ પર ચઢીને જોયું  તો ત્યાં માત્ર પાચેક માણસ જણાયા. તેમણે જોયું તો એ લોકો જોર જોરથી ડરામણી બૂમો પાડતા હતા. શમશાનની બાજુમાં મોટો ભઠ્ઠો સળગાવ્યો હતો. 
 
કેટલાક જણ કેરોસીનાના મોટા ભડ્કા કરતા હતા. શિક્ષક અને ટાબરોયાની ટોળીને તરત જ ખ્યાલ આવે ગયો કે નજીકના ગામના હરામી માણસ દારૂ ગાળતા હતા. તેઓ દારૂ ગાળતા હોય ત્યારે કોઈ ભૂલેચૂકે આવી ના ચઢે તે માટે આવ નાટક કરતા હતા. લોકોને  આ રીતે બીવડાવતા હતા. 
 
શિક્ષક અને ટાબરિયાઓએ ગામ લોકોની સહાય લીધી . સત્યથી તેમને વાકેફ કર્યા . બધાએ સામટા ભેગા મળીને સમશાનના ભેગા થયેલા માણસો પર હુમલો કર્યો. બધાને બરાબર ઠપકાર્યા બાધ્યા અને ગામના ચોરે વાલેને ઓરડામાં  આખીરાત પૂરી રાખ્યા. આખી રાત  ચોકી કરી. સવાર પડતા શિક્ષક અને ટાબરિયા પોલીસચોકી ગયા અને ફરિયાદ નોધાવી , ગુનેગારોને જેલ ભેગા કારવ્યા. આવુ હતું ટાબરિયાનું પરાક્ર્મ .