1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

ઈમાનદાર ભિખારી

ઈમાનદાર ભિખારી
એક ભિખારી રસ્તામાં એકબાજુ હાથ ફેલાવીને ઉભો હતો. એક વ્યક્તિએ તેની પાસેથી જતાં ખિસ્સામાં હાથ નાખ્યો અને પાઁચ રૂપિયાની નોટ તેના હાથમાં પકડાવીને ચાલતો થયો.

ભિખારીએ નોટ જોઈ તો તેની આઁખો હેબતાઈ ગઈ. તે તરત જ તે વ્યક્તિની પાછળ ભાગ્યો. તેની પાસે પહોંચીને તેણે કહ્યું - તમે ભૂલથી મને પાઁચ રૂપિયા આપી દીધાં છે. પાછા લઈ લો.

તે વ્યક્તિએ પોતાના ખિસ્સામાં પાઁચ રૂપિયાની બીજી એક નોટ કાઢીને ભિખારીને આપતાં કહ્યું - ભૂલથી નથી આપી. લો, આ પણ રાખી લો. પછી જાણે તેણે પોતાને કહ્યું - ઈમાનદારી હજુ પણ જીવે છે.
About Writer
વેબ દુનિયા