ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: બુધવાર, 28 મે 2014 (17:12 IST)

ગુરૂ શિષ્યની વાર્તા- જળની મિઠાસ

ગુરૂ શિષ્યની વાર્તા- જળની મિઠાસ

ગરમીના દિવસોમાં એક શિષ્ય પોતાના  ગુરૂ પાસેથી અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતા. ત્યારે ગામ પગે ચાલીને જવું પડતું હતું. જતાં- જતાં તેને એક કુવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. આથી તેણે કૂવામાંથી પાણી કાઢયુ અને પોતાના કંઠને તૃપ્ત કર્યો. શિષ્યને સારું લાગ્યું કારણકે કૂવાનું પાની મીઠુ અને ઠંડુ હતું. 
 
શિષ્યે વિચાર્યું કે આ જળ ગુરૂજી માટે પણ લઈ જઉં.  તેણે પોતાનો પોટ ભર્યો અને ફરી આશ્રમના રસ્તે નીકળી ગયો. તે આશ્રમ પહોંચ્યો અને ગુરૂજીને બધી વાત કહી. ગુરૂજીએ પોટ લીધો અને જળ પીધું અને સંતુષ્ટ થયાં. 
 
તેણે શિષ્યને કહ્યું - ખરેખર જળ તો ગંગાજળ જેવું છે .શિષ્યને ખુશી થઈ. ગુરૂજી દ્વારા કરવામાં આવેલ પ્રશંસા સાંભળી શિષ્ય રજા લઈને પોતાના ગામ ગયો.
 
થોડીવાર પછી આશ્રમમાં રહેતો એક બીજા શિષ્ય ગુરૂજી પાસે પહોંચ્યો અને તેને પણ તે જળ પીવાની ઈચ્છા થઈ ગુરૂજીએ પોટ શિષ્યને આપ્યું. શિષ્યે પાણી પીતા જ મોઢામાંથી કાઢી નાખ્યુ. 
 
શિષ્યે કહ્યું ગુરૂજી આ પાણી તો ખારું છે અને ઠંડુ પણ નથી છતા તમે આમ જ શિષ્યની પ્રશંસા કરી ? 
 
ગુરૂજીએ કહ્યું - બેટા મીઠાસ અને શીતળતા આ પાણીમાં નથી તો શું થયુ ? આને લાવનારાના મનમાં તો હતી. જ્યારે તે શિષ્યે પાણી પીધું હશે ત્યારે એના મનમાં મારા પ્રત્યે પ્રેમ ઉમડયો. એ વાત મહત્વપૂર્ણ છે. મને પણ આ પોટનું જળ તારી જ જેમ સારું ન લાગ્યું પણ હું આવુ કહીને તેને દુ:ખી કરવા નથી માંગતો. તેના અહી આવતા સુધી જળ એવું ના રહ્યું .પણ આથી લાવવાવાળાના મનનો પ્રેમ તો ઓછો નથી થઈ જતો ને. 
 
વાર્તાની શીખ - બીજાના મનને દુ:ખી કરતી વાતોને ટાળી શકાય છે અને દરેક વાતમાં સારું જોઈ શકાય છે.