મંત્ર
|
માઁ તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવુ કહેતા પણ સાંભળ્યુ હતુ કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો. એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિમંત કરીને કહ્યુ કે કોઈ વાંધો નહી હવે મમ્મી આરામ કરશે અને જમવાનુ પોતે બનાવશે. જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યુ કે માઁ ની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયુ તો ડબ્બામાં કશુ જ નહોતુ. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી. રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં લખ્યુ હતુ કે - બેટા તુ જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી.
કેટલી સારી વાત છે ને કે અમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દની દવા પણ છે.
