1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

સ્કુટરની ટક્કર

સ્કુટરની ટક્કર
મારા પપ્પા પાસે એક સ્કુટર હતુ. પપ્પાએ જ્યારે નવું બાઈક ખરીદ્યું તો સ્કુટર ઘરમાં જ પડી રહેતું હતુ. ખૂણામાં પડ્યાં પડ્યા તેની પર ખૂબ જ ધૂળ જમા થઈ ગઈ હતી. મને તે સ્કૂટરને ચલાવવાની બહુ જ ઈચ્છા થઈ જતી હતી. મારા મિત્ર મયુરને ગાડી ચલાવતાં આવડતી પણ હતી.

એક દિવસે બપોરના સમયે જ્યારે પપ્પા ઓફિસે જતાં રહ્યાં, ત્યારે મેં અને મયુરે સ્કૂટર કાઢ્યું અને તેને સારી રીતે સાફ કર્યુ. અમે લોકો સ્કૂટર લઈને એક મેદાનમાં ગયા અને મેં ત્યાં સ્કુટર ચલાવતા શીખવા માંડ્યો. પહેલા દિવસે સ્કૂટર શીખવાની બહુ મજા આવી. મને લાગ્યું કે સ્કૂટર ચલાવવાનું કામ કેટલું મુશ્કેલ છે. કેટલું ધ્યાન રાખવું પડે છે. ગિયર, બ્રેક, હૈંડલ, અને બેલેંસ બધાનું ધ્યાન રાખવું પડે છે.

પંદર દિવસ સુધી રોજ બપોરે આ જ કામ ચાલતું રહ્યું અને હવે હું સ્કૂટર ચલાવતાં લગભગ શીખી ગયો હતો. એક વાર મેં મયુરને જીદ કરી કે આજે બજારમાં થઈને ઘરે જઈએ અને સ્કૂટર હું જ ચલાવીશ. મયુર પહેલાં તો ન માન્યો પણ મારી જીદની આગળ છેવટે તે નમી ગયો. હું આજે બજારમાં પહેલીવાર સ્કૂટર ચલાવી રહ્યો હતો. બજારમાં ભીડ બહુ વધારે હતી. મને બીક લાગવા માંડી અને અચાનક એક સાઈકલવાળો સામે આવી ગયો. મેં બ્રેક નહી લગાવી શક્યો. ટક્કર થવાથી નજીકમાં ઉંભેલા ટ્રાફિક પોલીસે અમને પકડ્યાં અને પૂછપરછ કરવા માંડ્યાં.

મને લાગ્યું કે અમે મુસીબતમાં પડી ગયા છે. મેં તરતજ પપ્પાને ફોન કરીને બોલાવ્યાં અને તેમણે પોલીસવાળાને સમજાવીને મને, મયુરને અને સ્કૂટરને છોડાવ્યાં. પપ્પા આ વાતથી ખૂબ જ નારાજ થયા કે મેં તેમણે બતાવ્યા વગરજ સ્કૂટર શીખી લીધું. પણ તે ખુશ પણ થયા કે હવે હું સ્કૂટર ચલાવતાં શીખી ગયો હતો.