- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ વાર્તા
હાથીમાં ભગવાન
ઈશ્વર ક્યાં છે ? શિષ્યએ પોતાના ગુરૂને પૂછ્યું. ગુરૂએ જવાબ આપતા કહ્યું કે ઈશ્વર તો દરેક જગ્યાએ છે. ગુરૂએ કહ્યું કે ઈશ્વર તારામાં છે અને મારામાં પણ છે. દરેક જીવમાં હાજર છે. તે કણ-કણમાં હાજર છે. શિષ્યએ ગુરૂની આ શિખામણની ગાંઠ બાંધી લીધી. ગુરૂની આજ્ઞા લઈને શિષ્ય પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો. રસ્તામાં તેને એક હાથી દેખાયો. હાથીની ઉપર મહાવત જોરથી બૂકો પાડી રહ્યો હતો કે રસ્તામાંથી સરકી જાવ. હાથી કાબૂમાં નથી. તે તમને મારી પણ શકે છે. શિષ્યએ વિચાર્યુ કે ગુરૂજીએ કહ્યુ હતુ કે દરેકમાં ભગવાન છે. તો મારામાં પણ ભગવાન છે અને આ હાથીમાં પણ ભગવાન છે. તો ભગવાન ભલા ભગવાનને કેમ મારશે. આ વિચારીને તે હાથીની સામે જઈને ઉભો થઈ ગયો. હાથી ગુસ્સામાં તો હતો જ, તેણે શિષ્યને સૂઁઢ વડે ઉઠાવ્યો નએ જમીન પર પટકી દીધો. શિષ્ય ભીની માટીવાળી જગ્યાએ પડ્યો હતો તેથી તેને વધુ વાગ્યું નહી. છતાં તેને કમર અને પગમાં વધુ વાગ્યુ હતુ. શિષ્ય ગુસ્સાથી લાલ થઈ ગયો અને સીધો ગુરૂ પાસે ગયો. ગુરૂ પાસે જઈને બોલ્યો કે તમે તો કહ્યુ હતુ ને કે દરેકમાં ભગવાન છે તો હાથીમાં પણ ભગવાન હોવો જોઈતો હતો. તો પછી તેમણે મારા પર આક્રમણ કેમ કર્યુ ? શુ ભગવાન મને મારવા માંગે છે ? ગુરૂ બોલ્યા - બેટા, માન્યું કે ભગવાન હાથીમાં છે પણ ભગવાન તે મહાવતમાં પણ છે જે તને રસ્તા પરથી હટવા માટે કહી રહ્યો હતો. તે એની વાત કેમ નહી માની. તો મિત્રો પોતાના કામ માટે કદી બીજાને દોષ નહી આપવો જોઈએ કે તેણે આવું નહી કર્યુ. આપણે વિચારવું જોઈએ કે શુ સારુ હોઈ શકે. હંમેશા નસીબને દોષ નહી આપવો જોઈએ. એ વિચારવું જોઈએ કે નસીબના કારણે આપણને કેટલી સારી વસ્તુઓ મળી છે.