1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. કુંભમેળો
Written By વેબ દુનિયા|

અલાહાબાદ કુંભ મેળો : જાણો ક્યા સંતનું શિબિર ક્યા

P.R

ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં ગંગા-યમુના અને અદ્દશ્ય સરસ્વતીના સંગમ્પર મકર સંક્રાંતિના દિવસે ચૌદ જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ દેશના સાધુ-સંતો માટે એક પ્રસંગ હોય છે. લોકો સાથે જોડાઈને ધર્મને સમજવો અને સમજાવવો.

મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીથી મહાશિવરાત્રિ 10 માર્ચ સુધી 55 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં તાંત્રિક ચન્દ્રાસ્વામી, આધ્યાત્મિક સંત આસારામ બાપુ અને આર્ટ ઓફ લિવિંગના શિક્ષક શ્રીશ્રી રવિશંકર લગભગ એક મહિના સુધી ધર્મ, ધ્યાન અને સમાધિની શિક્ષા આપશે. ચન્દ્રાસ્વામી 18 જાન્યુઆરીથી મેળા ક્ષેત્રના સેક્ટર પાંચમાં શ્રીમદ ભાગવત કથા સંભળાવશે.
P.R

આસારામ બાપૂનુ શિવિર સેક્ટર છ માં લાગેલુ છે. જ્યા દિલ્હીમાં ગેંગરેપના શિકાર થયેલ યુવતી વિશે તેમના તાજા નિવેદનથી થયેલ વિવાદ બાદ સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આસારામ બાપૂ 14થી 17 જાન્યુઆરી સુધી ધાર્મિક પ્રવચન આપશે.

મહાકુંભમાં મોરારી બાપૂ, પાયલટ બાબા અને અવઘેશાનંદ ગિરિ પણ હાજર છે. યોગ ગુરૂ બાબા રામદેવ 10 જાન્યુઆરીના રોજ જ મેળામાં આવી ગયા હતા. તેમનુ શિવિર સેક્ટર નવમાં લાગે છે.

આ ઉપરાંત આધ્યાત્મિક સંત સુધાંશુ મહારાજ, સતપાલ મહારાજ, પ્રભાશંકર શાસ્ત્રી દડાજી, યોગી આદિત્યનાથ, સ્વામી વિમલદેવ, સ્વામી બ્રહ્માશ્રમ અને અયોધ્યામાં શ્રીરામજન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ પણ હાજર છે.