રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 15 મે 2024 (15:46 IST)

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

બોલીવુડમાં ડ્રામા ક્વીનના  નામથી જાણીતી રાખી સાવંત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે લાઈમલાઈટ લૂટવાની એક તક પણ છોડતી નથી. પોતાના અંદાજ અને વિવાદોને લઈને મોટેભાગે ચર્ચામાં રહેનારી રાખી સાવંત હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ છે. અભિનેત્રીની તબીયત અચાનક જ બગડી ગઈ. જ્યારબાદ તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એવુ બતાવાય રહ્યુ છે કે રાખી સાવંત દિલની ગંભીર બીમારીનો સામનો કરી રહી છે.  એકદમ લાચાર પરિસ્થિતિમાં તેની તસ્વીરો પણ સામે આવી છે. જેમા તે બેહોશ હોસ્પિટલમાં પથારી પર સૂતી જોવા મળી રહી છે. 

 
રાખી સાવંતની હાલત છે ગંભીર 
રાખી સાવંતની આ તસ્વીરોને જોઈને લાગી રહ્યુ છે કે તેમને હોશ નથી કે પછી તે ગાઢ ઉંઘમાં છે. તસ્વીરમાં નર્સ તેનુ બીપી ટેસ્ટ કરતી દેખાય રહી છે. પાછળ એક મોટી ઈસીજી મશીન પણ લાગેલી છે. હાલ ડોક્ટર્સનુ કહેવુ છે કે તેને દિલમાં ગંભીર સમસ્યા છે.  હવે અભિનેત્રીને શુ રોગ થયો છે તેની પુરી માહિતી સામે આવી નથી.  રાખી સાવંત આ પહેલા પણ અનેકવાર દાખલ થઈ ચુકી છે. થોડા સમય પહેલા પણ તેણે જણાવ્યુ હતુ કે તેના પેટમાં એક ગાંઠ હતી જેનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.  આ ઓપરેશન 4 કલાક સુધી ચાલ્યુ.  આ ગાંઠ ઠીક યુટ્રસની ઉપર જ હતી.  જેને કારણે રાખી સાવંતને ખૂબ દુખાવો સહન કરવો પડ્યો હતો.  
 
જૂના પતિ સાથે થઈ રહી હતી સ્પૉટ 
ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી દુબઈમાં રહેનારા રાખી સાવંત મુંબઈ પરત આવી છે.  અભિનેત્રીનુ કહેવુ છે કે લાંબા સમય સુધી તે દુબઈમાં પોતાની નોકરીને કારણે રહે છે. તે ટિકટૉક પર અહી વીડિયો બનાવે છે. આમ તો રાખી સાવંત  પોતાના વિવાદિત નિવેદનોથી હાહાકાર મચાવવા માટે જાણીતી છે.  થોડા દિવસ પહેલા તેમના છુટાછેડા અંગેનો મામલો આદિલ દુર્રાની સાથે છવાયેલો રહ્યો હતો.  એ મામલો હજુ સમેટાયો નહોતો કે અભિનેત્રી હવે પોતાના પૂર્વ પતિ રિતેશ સાથે જોવા મળી રહી છે.  તે તાજેતરમાં જ મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે અભિનેત્રી છેલ્લીવાર બિગ બોસ મરાઠીમાં જોવા મળી હતી. આ ઉપરાંત અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવ મળતી રહે છે.