વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીનો મેગા રોડ શૉ

varanasi
વારાણસી :| Last Modified ગુરુવાર, 24 એપ્રિલ 2014 (13:04 IST)

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે. મોદીના ઉમેદવાર તરીકે નોંધણીને માટે ભાજપે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાજપના પીએમ પદના ઉમેદવાર મોદીનો મેગા રોડ શૉ હાલમાં યોજાઇ રહ્યો છે.મોદીના ચૂંટણી વ્યવસ્થા સંભાળી રહેલા નેતાઓના મુજબ, મોદીના રોડ શોમાં આજે એક લાખથી વધારે લોકો આવ્યા છે અને હાલ આ રોડ શો ચાલુ જ છે જે નાદેસર વિસ્તારથી શહેરની વચ્ચોવચ કલેક્ટ્રેટ સુધીનો રહેશે.

ભાજપના કહેવા મુજબ, મોદીના ઉમેદવારી પત્ર પહેલા થનાર રોડ શોને માટે સ્થાનિક લોકોને તો બોલાવ્યા છે, સાથે જ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુથી લોકોને અહીયા આવવાની અપીલ કરવામાં આવી છે. મોદીના રોડ શોની થીમ મિની ઈન્ડિયા રાખવામાં આવી છે અને આને ધ્યાનમાં રાખીને બધાજ રાજ્યોના લોકોને તેમના પારંપરિક કપડા પહેરીને આવવાનું કહેવામાં આવ્યું છે.

વારાણસીમાં 12મી મેએ લોકસભા ચૂંટણી થવાની છે. અને મોદીની ટક્કર આપવાને માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાનમાં છે, તો કોંગ્રેસના અજય રાયને પણ મેદાનમાં ઉતાર્યા છે.આ પણ વાંચો :