રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Updated : ગુરુવાર, 2 મે 2019 (16:22 IST)

ગાંધીનગર લોકસભા ચૂંટણી 2019 - Gandhinagar Lok Sabha Election 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  અમિત શાહ (બીજેપી) ડૉ. સી. જે. ચાવડા (કોંગ્રેસ) 
 
ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે. ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.
 
2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે. એ સમયે અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હતા. 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ઝંપલાવ્યું છે. આ સિવાય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને શંકરસિંહ વાઘેલા (એ સમયે ભાજપમાં) પણ આ બેઠક પરથી સંસદ સુધી પહોંચ્યા હતા. ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે.
 
આ બેઠક ઉપર 1003707 પુરુષ, 941395 તથા 47 અન્ય સહિત કુલ 1945149 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.