1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શનિવાર, 1 જૂન 2024 (15:55 IST)

Lok Sabha Elections 2024: Exit poll પહેલા કોંગ્રેસે લીધો ચોકાવનારો નિર્ણય

Lok Sabha Elections 2024: કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે ટીવી ચેનલ્સ પર થનારા  Exit poll ના ડિબેટથી ખુદને બહાર રાખવાનો નિર્ણય લીધો છે.  જેની માહિતી પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ આપી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ તીવી પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભગ નહી લે. કારણ કે તે અટકળો  અનુમાનો પર ચર્ચા કરવા માંગતા નથી. 

 
4 જૂનથી ડિબેટ્સમાં એકવાર ફરી ભાગ લેશે કોંગ્રેસ 
પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેને લઈને એક પોસ્ટ શેયર કરી છે. તેમણે કહ્યુ કે મતદાતાઓએ પોતાનો મત આપી દીધો છે.  અને મતદાનના પરિનામ મશીનોમાં બંધ થઈ ચુક્યા છે.  હવે 4 જૂનના રોજ પરિણામ સૌની સામે હશે.  કોંગ્રેસની નજરમાં પરિણામ જાહેર થતા પહેલા કોઈપણ પ્રકારના સાર્વજનિક અનુમાન લગાવીને ઘમાસાનમાં ભાગ લઈને ટીઆરપીના ખેલનુ કોઈ મહત્વ નથી. કોઈપણ ચર્ચાનો હેતુ દર્શકોનુ જ્ઞાનવર્ઘન કરવાનો હોય છે.  કોંગ્રેસ પાર્ટી 4 જૂનથી ડિબેટ્સમાં ફરીથી ખુશીથી ભાગ લેશે.. 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસના આ નિર્ણય પર કહ્યુ કે કોંગ્રેસ સંપૂર્ણ ચૂંટણીમાં આ પ્રચાર કરતી રહે છે. તેને બહુમત મળવાનો છે. પણ તેમને પણ ખબર છેકે તેમની હાર થવાની છે તેથી તે મીડિયાનો સામનો કરી શકતી નથી.