મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated :અમદાવા , મંગળવાર, 9 એપ્રિલ 2024 (13:27 IST)

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત

Detention of Karni Sena chief Raj Shekhawat
Detention of Karni Sena chief Raj Shekhawat
રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર રૂપાલાએ કરેલા નિવેદનનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું છે.

રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અને હેડ ક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસ વેનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી ઉતરી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી. 
 
અટકાયત પહેલા રાજ શેખાવતે વીડિયો બનાવ્યો હતો
રાજ શેખાવતે અટકાયત પહેલા એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો. રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે, મને અને મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ના કરો. જે આક્રોશ સાથે રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ સાફ કરી આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા અપાવશે, તો 2 વાગે કમલમ ખાતે મળીએ.