સંબંધિત સમાચાર
- આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: બસમાં આગ લાગતાં 10 મુસાફરો જીવતા બળી ગયા, ચીસો ગુંજી ઉઠી
- ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ
- પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર
- આ રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.
- કન્ટેનર લારી સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી, 3 લોકો બળી ગયા
મોતનો Live Video: સેલ્ફી લેવામાં થોડી ચૂક અને સીધી ઝરણામાં, આંખો સામેથી ઓઝલ થઈ 3 યુવતીઓ
Mullangummi Waterfalls
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ ધોધમાં ગુરુવારે ત્રણ છોકરીઓ સેલ્ફી લેવા માટે ધોધમાં નહાવા ગઈ હતી અને ડૂબી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે એક જ ગામની ચાર છોકરીઓ ધોધ જોવા ગઈ હતી ત્યારે તેમાંથી ત્રણ છોકરીઓ અકસ્માતે પાણીમાં પડી ગઈ હતી અને તરી ન શકવાને કારણે ડૂબી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ચોથી છોકરી બચી ગઈ હતી અને તેની સારવાર ચાલી રહી છે.
ત્રણ બહેનપણીઓ ન્હાય રહી હતી અને ચોથી વીડિયો બનાવી રહી હતી
આ ઘટના અલ્લુરી સીતારામ રાજુ સ્થિત મૂળગુમ્મી ગામમાં બની હતી. વીડિયો બનાવતી વખતે ત્રણ છોકરીઓ ડૂબી ગઈ હતી અને એક છોકરી ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ છોકરી, જેની ઓળખ એસ. અંજલિ તરીકે થઈ છે, તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્રણ મૃત છોકરીઓની ઓળખ ત્રિશા (17), પવિત્રા (16) અને રત્નાકુમારી (16) તરીકે થઈ છે.
ઝરણામાં ન્હાવા ઉતરી હતી 3 બહેનપણીઓ
પોલીસે જણાવ્યું હતું કે ત્રણ છોકરીઓ, જેમને તરવાનું આવડતું ન હતું, તેઓ સેલ્ફી લેવા માટે ધોધમાં કૂદી પડી પછી ડૂબી ગઈ. આ છોકરીઓ ધોધ પાસે ફોટા અને સેલ્ફી વીડિયો લઈ રહી હતી ત્યારે તેમાંથી એક પાણીમાં પડી ગઈ. બે છોકરીઓ તેને બચાવવા દોડી ગઈ. થોડીવારમાં જ ત્રણેય ગાયબ થઈ ગઈ.
આ ઘટનાનો વીડિયો આવ્યો સામે
Anantagiri Hills, Visakhapatnam, Andhra Pradesh: Three teenage girls Trisha (17), Ratnakumari (16) and Pavitra (16) drowned at Mulagummi Waterfalls after slipping into strong currents while visiting with friends. A fourth girl was rescued by locals. pic.twitter.com/y4EnWDsOdp
— Deadly Kalesh (@Deadlykalesh) April 10, 2026
ઉનાળુ વેકેશનને કારણે ફરવા ગઈ હતી
જો કે આસપાસના લોકો તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ જોરદાર પ્રવાહ તેમને તાણી ગયો. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર થઈ હોવાથી છોકરીઓ ધોધ જોવા ગઈ હતી. પોલીસે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
