બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 14 એપ્રિલ 2022 (14:34 IST)

મહિલાના બ્રેસ્ટ પર ઉગી ગયુ 5 CM લાંબુ શિંગડુ

63 વર્ષ એક મહિલા ખૂબજ વિચિત્ર રોગથી પીડિત છે. મહિલાના બ્રેસ્ટ પર અચાનકથી શિંગડુ ઉગી ગયુ  જેને જોઈને ડૉક્ટર પણ ચોંકી ગયા. આ દુર્લભ રોગના વિશે અત્યાર સુધી મેડિકલ સાઈંસની પાસે પણ વધુ  જાણકારી નથી. મલેશિયામાં રહેતી આ મહિલાને બ્રેસ્ટ પર બે વર્ષ પહેલા કઈક ઉભરવા લાગ્યુ મહિલાને કઈક સમજાયુ નથી પણ આ ઉભાર એક ભયંકર રૂપ લેવા લાગ્યુ હતુ.  ધીમે ધીમે તેની છાતી પર શીંગ જેવુ કઈક વધવા લાગ્યુ. મહિલા ડાક્ટરની પાસે પહોચી જ્યારે તે આવી તો ડૉક્ટરો પણ આ જોઈને દંગ રહી ગયા. આ હોર્નના કારણે મહિલાને ભયંકર દુખાવો અને ખંજવાળ આવી રહી હતી.
 
ખૂબ દુર્લભ સ્કિન ઈંફેક્શનના કારણે મહિલાના બ્રેસ્ટ પર શીંગડુ નિકળી આવ્યુ હતુ. બે વર્ષ પહેલા મહિલાના જમણા બ્રેસ્ટમાં અચાનકથી કઈક વૃદ્ધિ જોવા મળી ધીમે ધીમે તેનો  આકાર વધવા લાગ્યો. બે વર્ષમાં આ આશરે 5 સેંટીમીટર સુધી વધી ગયુ  જેમાં ખૂબ તીવ્ર દુખાવો અને ખંજવાળ થતી હતી.