શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (13:11 IST)

બાબરી ધ્વંસ ચુકાદો - ઘટના પૂર્વનિયોજીત નહોતી, અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત બધા આરોપી મુક્ત

બાબરી વિધ્વંસ  કેસમાં અડવાણી, જોશી, ઉમા ભારતીએ કોર્ટમાં આપી હાજરી માફીની અરજી
 
6 ડિસેમ્બર 1992 ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને  તોડવાના ફોજદારી કેસમાં 28 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આજે આવ્યો હતો.  વિશેષ અદાલતે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહ સહિતના તમામ 32 આરોપીઓને હાજર રહેવા કહ્યું . જો કે, કોરોનાને કારણે, આ આરોપીઓમાંથી કેટલાક હાજર થયા નહોતા.

- 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડ્યા બાદ ફૈઝાબાદમાં બે FIR દાખલ કરવામાં આવી હતી. FIR નંબર 198 લાખો કારસેવકોની સામે હતી જ્યારે FIR નંબર 198 સંઘ પરિવારના કાર્યકર્તાઓ સહિત આડવાણી, જોશી, તત્કાલીન શિવસેના નેતા બાલ ઠાકરે, ઉમા ભારતી વગેરેની સામે હતી.  

- બાબરી ધ્વંસ કેસમાં કુલ 49 આરોપીઓ હતા પણ 17 આરોપીઓના નિધન થઈ ગયા છે. બાાકીના આરોપીઓમા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋુતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડૉ. રામ વિલાસ વેંદાતી, ચમ્પત રાય, મહંત ધર્મદાસ, સતીશ, પ્રધાન, પવન કુમાર પાંડે, લલ્લૂ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુર સિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમરનાથ ગોયલ, જયભાન સિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનય કુમાર રાય, નવીન ભાઈ શુક્લા, આરએન શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીર કુમાર કક્કડ અને ધર્મેન્દ્ર સિંહ ગુર્જર ના નામ હતા. 
 
- કોર્ટમાં 6 આરોપી હાજર નહોતા. લાલ કૃષ્ણ અડવાણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદો સાંભળ્યો. જ્યારે મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, શિવસેના પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્યગોપાલ દાસ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પણ કોર્ટ પહોંચ્યા નહી. તે સિવાય અન્ય દરેક આરોપી હાજર હતા. કોર્ટે 12 વાગે ચુકાદો આપ્યો 
 
- સ્પેશિયલ જજ એસકે યાદવના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી સેવા વિસ્તરણ આપ્યું છે.
 
આ કેસની સુનાવણી કરી રહેલાં જજ એસકે યાદવ આ મામલામાં બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋંતભરાને દોષી ગણાવ સાબિત થાત તો તેઓને મહત્તમ પાંચ વર્ષની સજા થઈ હોત.