બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2025 (14:47 IST)

Bulandshahr Video Viral: શરમજનક...ઘરની બહાર સુઈ રહેલા ગલુડિયા પર રિટાયર્ડ પોલીસ કર્મચારીએ ચાર વાર ચઢાવી કાર

viral video puppy
viral video puppy
 
Bulandshahr News in Gujarati - યૂપીના બુલંદશહેરમાં એક કૂતરાના બચ્ચા(ગલુડિયા)પર વેગન આર કારને એક કે બે વાર નહી પણ 4 વાર ચઢાવવાનો વીડિયો વાયરલ થયો તો પોલીસ હરકતમાં આવી.  CO સિટી ઋજુલ કુમારે બતાવ્યુ કે પપ્પી પર કાર ચઢાવવાના મામલે રિટાયર્ડ પોલીસ કર્મચારી વિરુદ્ધ રિપોર્ટ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.  ફરિયાદ છે કે રિટાયર્ડ પોલીસ કર્મચારીની આવી પશુ ક્રુરતાથી ગલુડિયાનુ મોત થઈ ગયુ. 
 
રિટાયર્ડ પોલીસ કર્મચારીની ક્રૂરતાએ ગલુડિયાનો લીધો જીવ 
યૂપીના બુલંદશહેરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કોતવાલી દેહાતના ગંગાનગરનો બતાવાય રહ્યો છે. વીડિયોમાં એક વૈગન આર કાર સવાર કારને બૈક કરવા દરમિયિઆન ઘરની બહાર રસ્તા પર સૂઈ રહેલા પપ્પીને એકવાર નહી પરંતુ ચાર 4 વાર તેન પર ચઢાવીને પૈડાથી કચડે છે અને કારને બૈક કરી ઘરની અંદર ચાલ્યો જાય છે.  રિટાયર્ડ પોલીસ કર્મચારી સુખવીર સિંહની આ પશુ ક્રુરતાની ઘટના CCTV કૈમરામાં કેદ થઈ તો તેને X પર પોસ્ટ કરતા જ તે વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.  ઉતાવળમાં સક્રિય થયેલ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી. 
  
જુઓ બુલંદશહેરનો આ વાયરલ વીડિયો 
 
રિટાયર્ડ પોલીસ કર્મચારી પર થઈ કાર્યવાહી 
 
CO બુલંદશહેરના સીઓ ઋજુલ કુમારે જણાવ્યુ કે કાર દ્વારા પપ્પીને કચડનારા સુખવીર સિંહ વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, આ મામલામાં અગ્રિમ કાર્યવાહી કરવામાં આવી રહી છે.