ગુરુવાર, 25 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (16:11 IST)

3 કિલોના બર્ગરને ચાર મિનિટમાં ખાઈ ગયો આ વ્યક્તિ વીડિયો જોઈ ઉડી ગયા લોકોના હોંશ

Source- youtube
બર્ગરનો નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ જો કોઈ તમને 3 કિલોનું બર્ગર ખાવાનું કહે, તો સ્વાભાવિક છે કે તમારી હોશ ઉડી જશે. પણ એક માણસે આ કામ કર્યું. તે પણ માત્ર મિનિટોમાં કરી હતી. એટલા માટે હવે તેઓ દરેક જગ્યાએ ચર્ચામાં છે.
 
મેટે 26 જુલાઈના રોજ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ઘણીવાર જ્યારે પણ લોકોને ભૂખ લાગે છે ત્યારે તેઓ દબાવીને ખોરાક લે છે. પરંતુ એવા ઘણા લોકો છે કે જેઓ થોડાજ સમયમાં ઘણુ બધુ ખાઈ લે છે. જેમકે આ વ્યક્તિ દુનિયાભરમાં ચર્ચામાં છવાયુ છે કારણ કે કે તે ખૂબ જ ઓછા સમયમાં ફાસ્ટ ફૂડ ખાય છે. આપણે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે બેકનની 40 સ્લાઈસ, 8.5 પેટીઝ અને ચીઝની 16 સ્લાઈસથી બનેલો 20,000 કેલરીનો બર્ગર 4 મિનિટમાં સરળતાથી ખાઈ શકે છે.
 
હવે જો કોઈ વ્યક્તિ આટલા ઓછા સમયમાં આટલો ફાસ્ટ ફૂડ ખાય તો સ્વાભાવિક છે કે તેની ચર્ચાઓ થશે. મેટ નામના વ્યક્તિને બર્ગર ખાવામાં લગભગ ચાર મિનિટ લાગી તેનું વજન 2.94 કિલો હતું. આવી સ્થિતિમાં, આટલા મોટા અને વજનદાર બર્ગરને ખૂબ જ ઓછા સમયમાં ખાવાથી ખરેખર કોઈને પણ આશ્ચર્ય થશે. મેટનો માત્ર ચાર મિનિટમાં બર્ગર ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
 
તે મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ આટલા ઓછા સમયમાં બર્ગરને કેવી રીતે સરળતાથી ખાઈ જાય છે. મેટે 26 જુલાઈના રોજ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અગાઉ, જે વ્યક્તિના નામે આ રેકોર્ડ નોંધાયો હતો, તેને આ બર્ગર ખાવામાં 7 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. મેટનું પોતાનું એક યુટ્યુબ ચેનલ પણ છે, જ્યાં 14 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. મેટનો આ અદ્ભુત પરાક્રમ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક યુઝરે કહ્યું કે આટલા કલાકોમાં આટલો મોટો બર્ગર ખાઈ પણ શકતા નથી. બીજી બાજુ, અન્ય એક યુઝરે કહ્યું કે આવા બર્ગરને જોઈને તેની હાલત વધુ ખરાબ થઈ જાય છે, મને ખબર નથી કે મેટ આટલા ઓછા સમયમાં તેને કેવી રીતે ખાય છે.