ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શનિવાર, 31 ઑક્ટોબર 2020 (12:59 IST)

Sardar Patel - સરદાર પટેલ કેમ ન બની શક્યા ભારતના પ્રધાનમંત્રી

પટેલ વિરુદ્ધ નેહરુ ગાથામાં વિચારવા લાયક વાત એ છે કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રીની ચૂંટણી સર્વસંમ્મતિથી થઈ નહોતી. 
 
કોંગ્રેસ પાર્ટીના દસ્તાવેજો બતાવે છે કે ગાંધીજીએ પહેલેથી જ તેમની પસંદગી સ્પષ્ટ કરી દીધી હોવા છતાં, કોંગ્રેસની 15 માંથી 12 રાજ્ય સમિતિઓએ સરદાર વલ્લભભાઇ પટેલને પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. એવું ઘણીવાર કહેવામાં આવે છે કે જવાહરલાલ નહેરુ સર્વાનુમતે દેશના પ્રથમ વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા અને તેઓ આખા દેશના પ્રિય હતા. પરંતુ દસ્તાવેજો અને તથ્યો તેનાથી વિરુદ્ધ જણાવે છે.
 
મૌલાના અબુલ કલામ આઝાદને 1940 માં કોંગ્રેસના રામગઢ અધિવેશનમાં  પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ, ભારત છોડો આંદોલન અને કોંગ્રેસના મોટાભાગના નેતાઓને જેલમાં બંધ હોવા જેવા વિવિધ કારણોસર આઝાદ એપ્રિલ 1946 સુધી અધ્યક્ષ  રહ્યા. જ્યારે યુદ્ધનો અંત આવવાનો હતો ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતની આઝાદી બહુ દૂર નથી. તે પણ સ્પષ્ટ હતું કે કોંગ્રેસ અધ્યક્ષને કેન્દ્રમાં વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવશે, કેમ કે 1946 ની ચૂંટણીમાં કોંગ્રેસે કેંદ્રીય એસેમ્બલીમાં જરૂરી સંખ્યામાં બેઠકો જીતી લીધી હતી.
 
જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી ત્યારે આઝાદે ફરીથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે- 'સામાન્ય રીતે સવાલ .ઉભો થયો કે  કોંગ્રેસમાં નવી ચૂંટણીઓ યોજાવવી જોઈએ અને નવા પ્રમુખની પસંદગી થવી જોઈએ. જેવા આ સમાચાર પ્રેસમાં છપાયા, એક સામાન્ય માંગ ઉભી થવા માંડી કે મને બીજા કાર્યકાળ માટે પણ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવે…
 
આ વાતથી 'આઝાદના નિકટના મિત્ર અને સહ-કાર્યકર જવાહરલાલ પરેશાન થઈ ગયા. તેમની પોતાની અપેક્ષાઓ પણ હતી. ”જો કે, 20 એપ્રિલ 1946 ના રોજ, ગાંધીજીએ તેમની પસંદગી નહેરુની તરફેણમાં કરી. નેહરુને ગાંધીજીનુ ખુલ્લ સમર્થન હોવા છતાં, કોંગ્રેસમાં જબરજસ્ત બહુમતીની ઈચ્છા  હતી કે પટેલ પાર્ટી અધ્યક્ષ અને પહેલા વડા પ્રધાન બને, કારણ કે  તેઓ 'મહાન કાર્યપાલક, સંગઠનકર્તા અને નેતા' માનવામાં આવતા હતા, જેમના પગ મજબૂતી સાથે જમીનમાં ગઢાયેલા હતા. 
 
તે દિવસોમાં, ફક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ જ પાર્ટીના પ્રમુખની વરણી કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 1946 હતી. કોંગ્રેસ પાર્ટીના દસ્તાવેજો બતાવે છે કે જોકે ગાંધીજીએ તેમની પસંદગી સ્પષ્ટ કરી દીધી હતી, પરંતુ 15 પ્રદેશ કોંગ્રેસ સમિતિઓમાંથી 12 એ પટેલને પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.. બાકીની ત્રણ સમિતિઓએ નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. આનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિની નિમણૂક અને ચૂંટાયેલા કોઈ કાયદેસર સંસ્થા, એટલે કે, રાજ્ય કોંગ્રેસ સમિતિ, નહેરુને નામાંકિત કરી ન હતી.
 
પાર્ટી કાર્ય સમિતિના કેટલાક સભ્યોએ નેહરુનુ નામ પ્રસ્તવિત કર્યુ હતુ, જો કે તેમને આ અધિકાર પ્રાપ્ત નહોતો. આ પછી, નહેરુની તરફેણમાં પટેલનું નામ પાછું ખેંચવા માટે સમજાવવાની કવાયત શરૂ થઈ. આ મુદ્દાને હલ કરવા માટે, ગાંધીજીએ નેહરુને કહ્યું, "કોઈ પણ રાજ્ય સમિતિએ તમને નિયુક્ત કર્યા નથી ... ફક્ત કાર્યકારી સમિતિ (તેના કેટલાક સભ્યો) એ કર્યા છે.
 
જેના પર નહેરુ "સંપૂર્ણ રીતે મૌન હતા." જ્યારે ગાંધીજીને કહેવામાં આવ્યું કે નહેરુ બીજા નંબર પર રહેવા માંગતા નથી, ત્યારે ગાંધીજીએ પટેલને તેમનું નામ પાછું લેવાનું કહ્યું. રાજેન્દ્ર પ્રસાદે દુ:ખ વ્યક્ત કર્યું  કે ગાંધીજીએ ચમક ધમકવાળા નેહરુને માટે ફરી એકવાર તેમના વિશ્વાસપાત્ર સૈનિકનો ત્યાગ કર્યો છે. રાજેન્દ્ર બાબુએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે "નહેરુ બ્રિટિશરોના નિયમોનું પાલન કરશે".
 
 રાજેન્દ્ર બાબુ  જ્યારે 'ફરી એકવાર'  જુમલાનો ઉપયોગ કરી રહ્યા હતા, ત્યારે તે ખરેખર તે હકીકતનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે 1929, 1937, 1946 માં પણ પટેલ નેહરુની ખાતર કોંગ્રેસ અધ્યક્ષ પદથી વંચિત રાખવામાં આવ્યા હતા અને એ પણ અંતિમ ક્ષણે.
 
પટેલે બે કારણોસર બીજા નંબરે રહેવાનું સ્વીકાર્યું. પ્રથમ એ કે તેમને માટે પદ અથવા હોદ્દો કોઈ મહત્વ નથી રાખતો, બીજુ એ કે નેહરુ એ વાત જીદ પર હતા કે એ સરકારમાં નંબર વન પર રહેશે અથવા તો અલગ થઈ જશે.  વલ્લભભાઇએ વિચાર્યું કે જો ગાદી મળશે તો નહેરુ સંતુલિત રહેશે, નહીં તો તેઓ વિપક્ષમાં જઈ શકે છે. પટેલે આ પરિસ્થિતિને ટાળવાનો નિર્ણય લીધો, જેથી દેશમાં કડવાશભર્યુ  વિભાજન ન થાય. '
 
મૌલાના આઝાદે ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખના ત્રણ દિવસ પહેલા  26 એપ્રિલ 1946 ના રોજ એક નિવેદન જાહેર કર્યુ કે, નેહરુને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે. 1959 માં તેમના મૃત્યુ પછી પ્રકાશિત તેમની આત્મકથામાં તેમણે લખ્યું છે - "તમામ પહેલુઓને ધ્યાનમાં લીધા પછી, હું આ નિર્ણય પર આવ્યો છું કે હાલના સંજોગોમાં સરદાર પટેલની પસંદગી કરવી યોગ્ય રહેશે નહીં." બધા તથ્યો ધ્યાનમાં લેતાં મને લાગે છે કે નહેરુએ નવા અધ્યક્ષ બનાવવા જોઈએ.
 
'મેં મારા શ્રેષ્ઠ નિર્ણય મુજબ કાર્ય કર્યુ, પરંતુ ત્યારબાદ જે સંજોગો ઉભા થયા તેનાથી મને સમજાયું કે આ મારા રાજકીય જીવનની સૌથી મોટી ભૂલ હતી કે મેં સરદાર પટેલનું સમર્થન કર્યુ નહી.  જવાહરલાલે જે ભૂલ કરી તે સરદાર પટેલે ક્યારેય કરી ન હોત. મને લાગે છે કે જો મેં આ ભૂલ ન કરી હોત, તો છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ જુદો હોત, મને લાગે છે કે હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. '
 
નહેરુ પ્રત્યે સૌથી વધુ સહાનુભૂતિ ધરાવતા જીવનચરિત્રકાર માઇકલ બ્રેકરે લખ્યું છે કે 
 
પ્રમુખ પદમાં વારાફરતી  વૈકલ્પિક ફેરફાર કરવાની પરંપરા મુજબ તે સમયે પટેલનો વારો હતો. તેમણે કોંગ્રેસના કરાચી અધિવેશનની અધ્યક્ષતા કરી હતઈ, ત્યારથી 15 વર્ષ પસાર થઈ ચુક્યા હતા, જ્યારે કે નેહરુએ  આ દરમિયાન 1936 માં લખનૌ અને 1937 માં ફિરોઝપુરમાં અધ્યક્ષતા કરી ચુક્યા હતા, એટલુ જ નહી પટેલને વધુથી વધુ  પ્રદેશ કોંગ્રેસ સમિતિઓએ પસંદ કર્યા હતા. નેહરુ ગાંધીજીના હસ્તક્ષેપને કારણે પસંદગી પઆમ્યા હતા. પટેલને પાછળ હટવાનુ કહેવામાં આવ્યુ.  જો ગાંધીજીએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો 1946-47માં પટેલ પહેલા વાસ્તવિક પ્રધાનમંત્રી હોય.  સરદાર પાસેથી પુરસ્કાર છીનવી લેવામાં આવ્યો અને તેનાથી ઊંડો રોષ જનમ્યો. 
 
એ ઉથલ પાથલ ભર્યા વર્ષોને યાદ કરતાં સી. રાજગોપાલાચારી (જેઓ પટેલથી એટલા માટે નારાજ હતા કારણ કે તેમને પહેલા રાષ્ટ્રપતિ બનવા દીધા નહોતા)  એ પટેલના મૃત્યુના 22 વર્ષ પછી 1972 માં 'ભવન જર્નલ'માં લખ્યું હતું -' તેમાં કોઈ શક નથી કે સારુ રહ્યુ હોત કે જો નેહરુને વિદેશમંત્રી બનવાનું કહેવામાં આવ્યું હોત અને પટેલને વડા પ્રધાન બનાવવામાં આવ્યાં હોત. મેં પણ એ માની લેવાની ભૂલ કરી કે જવાહરલાલ બંનેમાં વધુ જ્ઞાની છે. આ એક ખોટી માન્યતા હતી પણ તે સમયે આ પૂર્વગ્રહ ફેલાયેલો હતો. '