India's Miss TGPC બ્યુટી કાંટેસ્ટની ફાઈનલમાં આરંભી

aarambhi manke
Last Modified ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (13:38 IST)
મિસ ઈંડિયા જીતવાનુ સપનુ લઈને બ્યુટી કાંટેસ્ટમાં ભાગ લેવા આવનારી મરાઠી યુવતી આરંભી માણકેએ ટીજીપીસી ફાયનલમાં સ્થાન મેળવ્યુ છે. 
મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરની રહેવાસી આરંભીએ સોફ્ટવેર એંજિન્યરનો અભ્યાસ કરવા સાથે જ અનેક વર્ષોથી મોડેલિંગમાં પણ કેરિયર આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે 
 
1900 પ્રતિસ્પર્ધકોને પાછળ કરીને તેણે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો છે.  નૃત્યનો શોક ઘરાવતી આરંભીને રસોઈનો પણ શોખ છે.   આ ઉપરાંત પણ વિશેષ વાત એ કે આટલી નાની વયમાં સમાજના ઉત્થાન માટે કંઈક વિશેષ કરવાની તેની ઈચ્છા તેને ભીડમાંથી અલગ તારવે છે.  યુવતીઓ માટે તે સેલ્ફ ડિફેંસના કાર્યક્રમ આયોજીત કરાવવા માટે હંમેશા તત્પર રહે છે. 
Aarambhi Manke
ધ ગ્રેટ પેજેંટ કમ્યુનિટીમાં દેશભરની યુવતીઓ ભાગ લે છે.  આ કોંટેસ્ટ  જીત્યા પછી તે મિસ ઈંડિયાની દાવેદાર બનશે. અનેક મિસ ઈંડિયા અને મિસ યુનિવર્સ સ્પર્ધકોએ  આ પ્રતિસ્પર્ધાના માધ્યમથી યશ પ્રાપ્ત કર્યો છે.  આરંભીના સ્પર્ધા સંબંધી અને અન્ય સમાજ સેવા સંબંધી વીડિયો જોવા માટે તમે  https://youtu.be/Qi6iWkEKglg પર ક્લિક કરી શકો છો. 


આ પણ વાંચો :