સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated :અમદાવાદ. , ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (12:52 IST)

Keshubhai Patel Death : લાંબી માંદગી બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ નિધન થઈ ગયુ છે. તએઓ 92 વર્ષના હતા. એવુ કહેવાય રહ્યુ છે કે તેમનુ નિધન કાર્ડિયેક અરેસ્ટને કારણે થયુ છે. તેઓ 92 વર્ષના હતા. તેઓ ગુજરાતના બે વારના મુખ્યમંત્રી રહ્યા. તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નિકટના સંબંધ રહ્યા છે. 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું લાંબી માંદગી બાદ નિધન થયુ છે. આજે કેશુભાઇ પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓને હોસ્પિટલમાં જઈ જવાયા હતા, જ્યાં 93 વર્ષીય ગુજરાતના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયુ છે. 
 
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના દુઃખદ અવસાનથી ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને શોકની લાગણી ફેલાઈ છે. તેમની સાથે વર્ષોથી કામ કરતા કર્મચારીઓ ઘેરા શોકમાં આવ્યા છે. કેશુભાઈ પટેલ ગાંધીનગર સેકટર 19માં  ક-203 માં રહેતા હતા. સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તરીકે તેમને આ મકાનની ફાળવણી કરવામાં આવી હતી.

કેશુભાઈનો પરિચય 
 
 કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. તેઓ બાપા તરીકે જાણીતા થયા.  કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે.
 
કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં સંન્યાસી બની ગયા તેમની બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.
 
કેશુભાઇ પટેલની રાજકીય સફર 
 
કેશુભાઇ પટેલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા.
 
2007ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા. 4 ઓગસ્ટ 2012ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું.
 
જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી 13 ફેબ્રુઆરી 2014ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું.