Labubu Doll Trend: સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વિચિત્ર અને ડરામણી દેખાનારી ઢીંગલી ખૂબ વાયરલ થઈ રહી છે. જેનુ નામ લાબુબૂ છે(Labubu). લોકો આ ઢીંગલીને ખૂબ પસંદ કરી રહ્યા છે, જેમાં તેની મોટી મોટી આંખો, શેતાની દાંત અને શેતાની સ્મિત છે. લાબુબુ ઢીંગલી એટલી ટ્રેન્ડી છે કે તેની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. લોકો તેનો ઉપયોગ કીચેઈન થી લઈને બેગ મા પણ કીચેન તરીકે કરી રહ્યા છે. છેવટે આ ઢીંગલી શું છે અને તેને આટલી બધી કેમ પસંદ કરવામાં આવી રહી છે, ચાલો જાણીએ-
શુ છે લાબુબૂ ડોલ ?
હકીકતમાં લાબુબૂ એક કાલ્પનિક પાત્ર છે, જે 2015 માં હોંગકોંગના આર્ટિસ્ટ ''Kasing Lung'' દ્વારા બનાવવામાં આવી હતી. તે નોર્ડિક પરીકથાઓથી પ્રેરિત છે. તેનો લુક જેટલો ડરામણો છે તેટલો જ તે સુંદર અને સ્ટાઇલિશ માનવામાં આવે છે અને આ તેની સૌથી મોટી ખાસિયત છે.
કેવી રીતે વધી પોપુલારિટી ?
લાબુબુને ચીની કંપની Pop Mart એ ફેમસ કરી. વર્ષ 2019 માં, કંપનીએ તેને 'બ્લાઇન્ડ બોક્સ' ફોર્મેટમાં વેચવાનું શરૂ કર્યું. એટલે કે, તે બોક્સમાં વેચાય છે પરંતુ બોક્સની અંદર કઈ ઢીંગલી બહાર આવશે તે ખબર નથી. આવી સ્થિતિમાં, લોકો તેને 'લકી ડ્રો' ની જેમ ખરીદી રહ્યા છે. જ્યાં સુધી તેમને તેમની પસંદગીની Labubu ન મળે ત્યાં સુધી તેઓ આ બ્લાઇન્ડ બોક્સ વારંવાર ખરીદે છે. બોક્સ ખોલવાનુ એક્સાઈટમેંટ અને પછી તેમાંથી એક ખાસ લિમિટેડ એડિશન ડૉલ નીકળવાની ખુશી, તેને કારણે ધીરે ધીરે લાબુબુ ઢીંગલીની લોકપ્રિયતા આટલી વધી ગઈ.
અમદાવાદમાં રમકડાઓના વેચાણમાં લાબુબુ ડોલનો ક્રેઝ વધ્યો છે. મૂવેબલ ડોલ. આ ઉપરાંત લાબુબુનું કીચેન ઘણો ટ્રેન્ડ જોવા મળે છે. લાબુબુનો ટ્રે્ન્ડ વિશ્વભરમાં હોવાથી સુરત પણ પાછળ કેમ રહે એ વિચાર સાથે 850 ગ્રામની કેક બનાવી હતી, જેનો ખર્ચ 3000 રૂપિયા થયો છે. આ કેક બનાવતા એક દિવસનો સમય લાગ્યો હતો. સુરતના આર્ટિસ્ટ શિવાંગી અગ્રવાલે ગુલાબનાં ફૂલોમાંથી ભારતની પહેલી 6 ફૂટ ઊંચી લાબુબુ ડોલ બનાવી છે.
વડોદરામાં લાબુબુ છેલ્લા એક મહિનાથી ખૂબ જ ટ્રેડિંગમાં છે. એમાં ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. પહેલાં માત્ર સોફ્ટ ટોય્ઝ આવતાં હતાં, હવે એના રિલેટેડ કીચેન, મગ અને આગળ ભવિષ્યમાં લોકો એના ટીશર્ટ પર પ્રિન્ટ કરીને પહેરશે, આનો ખૂબ સારો રિસ્પોન્સ છે.
રક્ષાબંધન નજીક છે ત્યારે રાજકોટમાં રાખડીઓમાં લાબુબુનો ક્રેઝ ખૂબ જ વધારે જોવા મળે છે. દરરોજ આ પ્રકારની 50થી વધુ રાખડીઓ વેચાય છે. 90 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીની કિંમતની લાબુબુની વેરાઈટીનું વેચાણ થાય છે. મોટેભાગે 15 વર્ષ સુધીનાં બાળકોમાં લાબુબુનો ક્રેઝ જોવા મળે છે.
લાબુબુ જ્વેલરીની બહારના શહેર, એટલે કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મેટ્રો સિટીમાં ખૂબ જ ડિમાન્ડ છે. હાલમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા જેવાં શહેરોમાં એવી ડિમાન્ડ નથી, પણ ભવિષ્યમાં લાબુબુ જ્વેલરીની ડિમાન્ડ આવશે. દુનિયાભરમાં લાબુબુ પ્રચલિત થઈ છે.
લોકો કેમ ખરીદી રહ્યા છે ?
જેવુ કે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાબુબૂ ડૉલ દેખાવમાં યુનિક અને વિચિત્ર રીતે વ્હાલી લાગે છે. લિમિટેડ એડિશન હોવાથી તેની વેલ્યુ અનેકગણી વધી જાય છે. K-Pop સ્ટાર Lisa (Blackpink) એ પણ સોશિયલ મીડિય પર લાબુબૂ ડૉલ સાથે ફોટો શેયર કર્યો હતો. જ્યારબાદ અત્યાર સુધી અનેક મોટા ઈંટરનેશનલ સેલિબ્રિટીઝ આ ટ્રેંડનો ભાગ બની ચુક્યા છે. રિહાનાથી લઈને દુઆ લીપા અને બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે સુધી આ ડૉલ સાથે જોવા મળી ચુકી છે. આવામાં લાબુબૂ ડૉલ નવી ફેશન ટ્રેંડ બની ચુકી છે.
કિમંત જાણીને ચોંકી જશો
તાજેતરમાં બીજિંગમાં એક 131 સેંટીમીટર ઊચી લાંબુબૂ ડૉલની નીલામી 1.08 મિલિયન યુઆન એટલે કે લગભગ 1.2 કરોડ રૂપિયામાં થઈ. એટલુ જ નહી તેના નાના વર્ઝન પણ લાખોમાં વેચાય રહ્યા છે.