શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (11:12 IST)

ભિખીરીની ઝૂંપડીમાંથી બહાર આવ્યા આટલા સિક્કા, તે ગણવામાં આઠ કલાકનો સમય લાગ્યો

ભીખ આપતાથી વધારે ભીખ માંગતાની કીમત થઈ શકે છે. લેબનોનમાં એક ભિખારીની પાસે આશરે સાડા છ કરોડ રૂપિયા મળ્યાના સમાચાર બાદ હવે મુંબઈના એક મૃત ભિખારીની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. ભિખારીની ઝૂંપડીએ સિક્કા અને નોટોના રૂપમાં રૂ. 1.75 લાખ મેળવ્યા જેની ગણતરીમાં આઠ કલાકનો સમય લાગ્યો.
 
આ ભિખારીની 8.77 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટનું પ્રમાણપત્ર પણ મળી ગયું.
આ સિવાય તેના બેંક ખાતામાં 96 હજાર રૂપિયા છે. સિક્કા પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યા હતા અને બેરલમાં મૂકાયેલા ચાર કન્ટેનરની અંદર છુપાવી દીધા હતા. શુક્રવારે મુંબઇના ગોવંડી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનની ટક્કરમાં એક ભિક્ષુકનું મોત નીપજ્યું હતું. જ્યારે રેલ્વે પોલીસ (જીઆરપી) સબંધીઓની શોધમાં ગટરની બાજુમાં ભિક્ષુકની ઝૂંપડીમાં પહોંચી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. રેલ્વે પોલીસને રૂ. 1.75 લાખની કિંમતની સિક્કા અને નોટોવાળી ઝૂંપડીમાં પૈસાથી ભરેલી બોરીઓ અને બેગ મળી આવ્યા હતા.
ભિખારીની ઓળખ 82 વર્ષીય બિરદી ચંદ આઝાદ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો. તેનો આધારકાર્ડ, પાનકાર્ડ અને સિનિયર સિટીઝન કાર્ડ ઝૂંપડામાંથી મળી આવ્યું છે, જેના પર રાજસ્થાનનું સરનામું લખેલું છે. આઝાદે તેમના પુત્ર સુખદેવને એફડીમાં નોમીની બનાવ્યો છે, જે રાજસ્થાનના રામગઢનો રહેવાસી છે.