શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , શુક્રવાર, 3 એપ્રિલ 2009 (11:30 IST)

મુલાયમની અરજી પર સુનાવણી સ્થગિત

મુલાયમની અરજી પર સુનાવણી સ્થગિત

સુપ્રીમ કોર્ટે બુધવારે આવક કરતા વધારે સંપત્તિ રાખવા પર સીબીઆઈની તપાસ વિરૂદ્ધ દાખલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની અરજી પર સુનાવણી પાંચ મે સુધી સ્થગિત કરી દીધી હતી.

ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર તથા એચએલ દતૂની ખંડપીઠે આ નિર્ણય એટલા માટે લીધો હતો કે બ્યૂરોની તપાસ સંબંધી અદાલતના આદેશની વૈધતા પર નિર્ણય મે મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં આવવાનો છે. યાદવે ન્યાયાલયના અગાઉના એ નિર્દેશ પર પ્રશ્ન ઉઠાવતા પુન: અરજી દાખલ કરી હતી જેમાં એક જનહીત અરજીમાં ઉલ્લેખ કરેલી આવક કરતા વધારે સંપત્તિની પ્રાથમિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. વકીલ તથા કોંગ્રેસ કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીએ મુલાયમ સિંહ અને તેમના પરિવારની આવક કરતા વધારે સંપત્તિ રાખવાની તપાસની માંગણી કરી હતી.

અરજીકર્તાની દલીલ છે કે દિલ્હી પોલીસ એસ્ટેબ્લિશમેંટ કાયદાને અંતર્ગત ફક્ત કેન્દ્ર સરકાર જ સંબંધિત રાજ્ય સરકારોની સહમતિથી સીબીઆઈ તપાસના આદેશ આપી શકે છે.