ઉદ્વવ ઠાકરે વિરૂધ્ધ ફરિયાદ

મુંબઇ| વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 માર્ચ 2009 (12:03 IST)

શિવસેનાના કારોબારી પ્રમુખ ઊદ્ધવ ઠાકરે અને ભાજપના રાજયપ્રમુખ નીતિન ગડકારી સામે રેલી દરમિયાન વડાપ્રધાન સામે વાંધાજનક નિવેદનો કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, મધ્યમ મુંબઇમાં શ્વાનમિલ કંપાઉન્ડ ખાતે ૨૦મી માર્ચના દિવસે તેમના ભાષણમાં કરવામાં આવેલા નિવેદન બદલ ઠાકરે અને ગડકરી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આચારસંહિતા ભંગના સંદર્ભમાં ફરિયાદ કરવામાં આવી હતી. કલેકટરની ઓફિસમાં અહેવાલ દાખલ કરવામાં આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવી હતી. ઠાકરે અને ગડકરી સામે જે કલમો લગાવવામાં આવી છે તે જામીનપાત્ર છે.


આ પણ વાંચો :