કોંગ્રેસનો અનોખો કીર્તિમાન

P.R

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 27 માર્ચ 2009 (14:39 IST)
લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો એક એવો અનોખો કીર્તિમાન છે કે જે અન્ય કોઇ રાજ્યમાં જોવા મળ્યો નથી. 1984ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠકો ઉપર પોતાનો પંજો લગાવ્યો હતો. પરંતુ એના બાદ 1989માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની તમામ 25 બેઠકો ઉપર સફાયો થયો હતો. આમાં નોંધનીય વાત તો એ છે કે, આ બંને વખતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યમંત્રી તરીકે શિવચરણ માથુર હતા.


આ પણ વાંચો :