1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , રવિવાર, 5 એપ્રિલ 2009 (14:51 IST)

કોંગ્રેસ-એનસીપી જોડાણમાં ભંગાણ

કોંગ્રેસ-એનસીપી જોડાણમાં ભંગાણ

લોકસભાની ચુંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો આપતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આઠ બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. તેથી એવા સંકેતો મળ્યા છે કે રાજ્યમાં બંને પાર્ટી વચ્ચેનું જોડાણ તુટી ગયું છે.

ગઠબંધન તુટવા અંગે કોંગ્રેસ પર આરોપ લગાવતાં એનસીપીનાં પ્રદેશ પ્રમુખ જયંત પટેલે રાજ્યની આઠ બેઠકો પર પોતાનાં ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. તેમણે જણાવ્યુ હતું કે કોંગ્રેસે પોતાની મરજી મુજબ ચાલી રહી છે. તેણે 26 પૈકી 25 બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. ફક્ત સુરતની બેઠક છોડી રાખી છે. જ્યારે અમે રાજકોટ અને અમદાવાદ- પશ્ચિમની બેઠક માંગી હતી. પણ હવે અમે તમામ બેઠકો પર ચુંટણી લડીશું.

એનસીપીએ 2002ની વિધાનસભા ચુંટણીમાં રાજ્યની 15 બેઠકો પર પોતાની અસર પાડી હતી. બંને પાર્ટી ધર્મનિરપેક્ષતાનાં નામે ભેગી થઈ હતી. પણ ફરીથી અલગ થઈ રહી છે. કોંગ્રેસનાં પ્રવક્તા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. પણ આ ગઠબંધન મતદાનને કોઈ રીતે પ્રભાવિત નહીં કરે.