ચૂંટણી કાર્યક્રમ, ક્યાં ક્યારે મતદાન

નવી દિલ્હી| વેબ દુનિયા|

લોકસભાની 543 બેઠકો યોજાનાર પાંચ તબક્કાની ચૂંટણીમાં પહેલા તબક્કે 124 બેઠકો, બીજા તબક્કે 141 બેઠકો, ત્રીજા તબક્કે 107 બેઠકો, ચોથા તબક્કે 85 બેઠકો તથા પાંચમા તબક્કે 86 બેઠકો માટે કરાશે. જેમાં એક તબક્કામાં 22 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ, બે તબક્કામાં 8 રાજ્યો, ત્રણ તબક્કામાં 2 રાજ્યો, ચાર તબક્કામાં 1 તથા પાંચ તબક્કામાં 2 રાજ્યોની ચૂંટણી યોજાશે.

આંધ્રપ્રદેશ
આંધ્ર પ્રદેશની 42 બેઠકો માટે બે તબક્કામાં મતદાન કરાશે. જેમાં 16મી એપ્રિલે 22 બેઠકો માટે જ્યારે 23મી એપ્રિલે 20 બેઠકો માટે મતદાન કરાશે.

અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. 16મી એપ્રિલે આ 2 બેઠકો માટે મતદાન કરાશે.
આસામ
આસામની 14 બેઠકો માટે બે તબક્કામાં મતદાન કરાશે. જેમાં પ્રથમ દિવસે 16મી એપ્રિલે 3 બેઠકો માટે તથા 23મી એપ્રિલે 11 બેઠકો માટે મતદાન યોજાશે.

બિહાર
બિહારની 40 બેઠકો માટે ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં 16મી એપ્રિલે 13 બેઠકો માટે, 23મી એપ્રિલે 13 બેઠકો માટે, 30મી એપ્રિલે 11 બેઠકો તથા 7મી એપ્રિલે 3 બેઠકો માટે મતદાન કરાશે.
ગોવા
ગોવાની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી થશે. 23મી એપ્રિલે આ 2 બેઠકો માટે મતદાન કરાશે.

ગુજરાત
ગુજરાતની 26 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 30મી એપ્રિલે આ માટે મતદાન કરાશે.આ પણ વાંચો :