જયલલિતા-વૈકા વચ્ચે સમજૂતી

ચેન્નાઇ| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 10 એપ્રિલ 2009 (11:56 IST)

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાટાઘાટોને પગલે ગઇકાલે જયલલિતાના અને વૈકોના એમડીએમકે વચ્ચે સમજૂતી થઇ છે. જે અંતર્ગત વૈકાની પાર્ટી ચાર બેઠકો ઉપર ચૂંટણી લડશે.

આ સમજૂતીને પગલે જયલલિતાના નેતૃત્વમાં અન્નાદ્રમુકે બેઠકોની વહેંચણીની કવાયત પૂર્ણ કરી લીધી છે અને તે પીએમકે, સીપીઆઇ, સીપીઆઇ(એમ), એમડીએમકે સહિતના સાથી પક્ષો સાથે ચૂંટણી લડશે.

તામિલનાડુમાં લોકસભાની 39 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવશે. બેઠકોની થયેલી સમજૂતી અનુસાર અન્નાદ્રમુક 23, પીએમકે 6, ડીએમકે 4, સીપીઆઇ 3, સીપીઆઇ(એમ) 3 બેઠકો ઉપર ચૂંટણી લડશે.


આ પણ વાંચો :