ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

આગ્રા | ભાષા| Last Modified સોમવાર, 6 એપ્રિલ 2009 (14:19 IST)

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન કોણ બનશે એ ઉત્તર પ્રદેશ અને બિહાર મળીને નક્કી કરશે.

તેણે કહ્યું મને લાલૂ યાદવ અને રામવિલાસ પાસવાનને જે ઠીક લાગશે તે જ વડાપ્રધાનની ખુરશી પર બેસશે. આગ્રા નજીક જેતપુરમાં ચૂંટણી સભા લેવા માટે આવેલા મુલાયમસિંહ યાદવે કહ્યું કે ચૂંટણી બાદ જ વડાપ્રધાન નક્કી કરવામાં આવશે.

તેમણે કહ્યું અમે ત્રણેય એક મંચ પર એટલા માટે આવ્યાં છીએ કે, અમે ગરીબો અને પછાત લોકો માટે અવાજ ઉપાડી શકીએ. ઉત્તરપ્રદેશ અને બિહાર જ સૌથી વધારે સાંસદ ચૂંટીને લોકસભામાં જાય છે. અમે લોકો જ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરીએ છીએ .


આ પણ વાંચો :