ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , રવિવાર, 5 એપ્રિલ 2009 (14:54 IST)

નિરૂપમ સામે કોંગ્રેસમાં ભડકો

નિરૂપમ સામે કોંગ્રેસમાં ભડકો

મુંબઈ
મુંબઈ ઉત્તરની બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સંજય નિરૂપમને લઈને કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગઈ છે. તેના વિરોધમાં એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે.

ઉત્તર મુંબઈથી કોંગ્રેસે સંજય નિરૂપમની પસંદગી કરી હતી. આ બેઠક પરથી પહેલાં ગોવિંદા ચુંટાઈ આવ્યો હતો. પણ આ વખતે કોંગ્રેસે સંજય નિરૂપમને ટીકિટ આપી છે. તેના વિરોધમાં ઉત્તર મુંબઈ ક્ષેત્રનાં ધારાસભ્ય પી.યુ.મહેતા તથા બીએમસીનાં 10 કોર્પોરેટરોએ કોંગ્રેસનાં હાઈકમાન્ડને પોતાના રાજીનામા આપી દીધા છે.

ધારાસભ્ય મહેતાએ જણાવ્યું હતું કે સંજય નિરૂપમ જેવા માણસો કે જે વર્ષો સુધી શિવસેનામાં રહી ચુક્યા છે. તેને ટીકિટ આપીને પાર્ટીએ પ્રામાણિક કાર્યકર્તાઓનું અપમાન કર્યું છે. તેથી તેમણે બધાંએ રાજીનામું આપી દીધું છે. મહેતાએ પોતાને ટીકિટ મળે તેવી માંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઉત્તર પરથી ભાજપે વરિષ્ઠ નેતા રામ નાઈકને ઉભા રાખ્યા છે.