મંગળવાર, 1 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By વેબ દુનિયા|
Last Modified: પુણે , રવિવાર, 5 એપ્રિલ 2009 (14:46 IST)

પવારનાં મોદી બાદ વરૂણ પર પ્રહારો

પવારનાં મોદી બાદ વરૂણ પર પ્રહારો

મરાઠા નેતા શરદ પવાર નરેન્દ્ર મોદી બાદ ભાજપનાં કટ્ટરવાદી નેતા અને જેલમાં બંધ વરૂણ ગાંધીની પાછળ પડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વરૂણ ગાંધીએ નરેન્દ્ર મોદી જેટલો જ ખતરનાક છે.

પૂણે ખાતે એનસીપીની ચુંટણી સભાને સંબોધિત કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે વરૂણ બહારથી ભલે ગાંધી દેખાય, પણ અંદરથી નરેન્દ્ર મોદી છે. એટલે કે તે મોદીની જેમ કટ્ટરવાદી છે. તેમજ તેમણે વરૂણને દેશની એકતા માટે ખતરો ગણાવ્યો હતો.

છેલ્લાં કેટલાંક સમયથી મરાઠા નેતા શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હવે વરૂણ ગાંધીનો પણ સમાવેશ થયો છે. આ પ્રસંગે તેમણે ભાજપનાં વરિષ્ઠ નેતા અડવાણીની પણ આલોચના કરી હતી. જેલમાં બંધ વરૂણ ગાંધી અંગે અડવાણીએ જણાવ્યું હતું કે વરૂણને જોઈને મને જયપ્રકાશ નારાયણની યાદ આવી ગઈ. તેના પર ટીપ્પણી કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે જયપ્રકાશ નારાયણ કટ્ટરવાદી નેતા નહતા. અને, અડવાણી તેની સરખામણી જયપ્રકાશ સાથે કરે, તે વાત બરાબર નથી.