પ્રજા રાજ્યમનાં પ્રવક્તાએ પાર્ટી છોડી

હૈદરાબાદ | ભાષા| Last Modified ગુરુવાર, 9 એપ્રિલ 2009 (18:42 IST)

લોકસભાની ચુંટણી પહેલાં ચિરંજીવીની પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. કારણ કે પાર્ટીનાં પ્રવક્તા પારાકલા પ્રભાકરે પાર્ટીને ઝેરી વૃક્ષ કહીને તેનાથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.

પારાકલા પ્રભાકરે કહ્યું કે તે પાર્ટીનાં સંસ્થાપક સદસ્ય પૈકીનો એક છે. પ્રજા રાજ્યમને એક રાજકીય પાર્ટી તરીકેનાં દસ્તાવેજ પર મેં સહી કરેલી છે.

તેમણે કહ્યું કે શરૂઆતમાં મને એમ કે પાર્ટી સારી રીતે કામ કરશે. પણ પાર્ટી બન્યા બાદ તે તેના ઉદ્દેશ્ય પર ચાલવામાં નિષ્ફળ રહી છે. તેથી હું પાર્ટી છોડી રહ્યો છું.


આ પણ વાંચો :