ભાજપનો ઘોષણાપત્ર જાહેર

મધ્યમવર્ગીય-ગરીબો માટે લોભામણી જાહેરાત

નવી દિલ્હી| વેબ દુનિયા|

ભારતીય જનતા પાર્ટીએ 11 વર્ષ બાદ પોતાનો પ્રથમવાર ચુંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જેમાં ગરીબો, મધ્યમવર્ગ, મહિલાઓ અને કર્મચારી દરેકને ખુશ કરવા માટેની જાહેરાત કરી છે. તેમજ રામનવમીનાં દિવસે જાહેર કરેલા ચુંટણીઢંઢેરામાં બનાવવાની ઘોષણા અને 377ની કલમ નાબૂદ કરવાની પોતાની ઘોષણાનો પુર્નરોચ્ચાર કર્યો છે.

ભાજપનાં અધ્યક્ષ રાજનાથસિંહ, વડાપ્રધાન પદનાં દાવેદાર એલ.કે.અડવાણી સહિત અન્ય નેતાઓની હાજરીમાં ચુંટણી ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘોષણાપત્ર પાર્ટીનાં વરિષ્ઠ સભ્ય મુરલી મનોહર જોષીએ તૈયાર કર્યુ છે. ભાજપે પણ ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવાની જાહેરાત કરી છે. જેમાં બીપીએલનાં લાભાર્થીઓને બે રૂપિયો કિલો ઘઉં, મધ્યમવર્ગીય લોકોને સસ્તા દરે લોન, ત્રણ લાખ સુધીની આવક ધરાવતા લોકોને આવકવેરામાં છુટ આપવાની જાહેરાત કરી હતી.
તો પોતાનાં જુનાં મુદ્દા રામ મંદિરનાં નિર્માણ, 377ની કલમની નાબૂદી, સેતુસમુદ્રમની જગ્યાએ અન્ય માર્ગ, દરેક નાગરિકને ઓળખપત્ર આપવાની જાહેરાત કરી હતી. તેમજ દરેક ગામને ઈન્ટરનેટ કનેક્ટીવીટી, લાડલી લક્ષ્મી યોજના, ભામાશા યોજના જેવી રાજ્યસ્તરે સફળ યોજનાઓને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડવામાં આવશે.

તો આ સાથે તેણે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર જેવા કે રસ્તા, વિજળી, સિંચાઈ, પાણી અને મકાનમાં વધુ નાણાં રોકાવાની પણ જાહેરાત કરી હતી. તેમજ વિદેશી બેન્કોમાં પડેલાં ભારતીયનાં નાણાંને પાછા લાવીને તેનો દેશનાં વિકાસમાં ઉપયોગ કરવાની પણ જાહેરાત કરી હતી.


આ પણ વાંચો :