સોનિયાને જેટલીનો જવાબ

વારાણસી | ભાષા| Last Modified બુધવાર, 8 એપ્રિલ 2009 (17:44 IST)

ભાજપનાં નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં તે વક્તવ્યને હાસ્યાસ્પદ ગણાવ્યું કે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ ડો.મનમોહનસિંહને નબળા વડાપ્રધાન કહીને દેશનું અપમાન કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે ફક્ત ભાજપ જ નહીં, પણ અનેક દેશ પણ ડો.સિંહને નબળા વડાપ્રધાન માને છે. જેટલીએ કહ્યું કે શક્ય છે કે સોનિયા ગાંધીને ખબર નથી કે વિશ્વ ડો.સિંહને નબળા વડાપ્રધાન ગણે છે.

રવિવારે વારાણસીમાં કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વારાણસીમાં આ અંગે ટીપ્પણી કરી હતી. જેનો જવાબ આપતાં જેટલીએ જણાવ્યું હતું કે એક પ્રસિદ્ધ અખબારે ડો.સિંહ માટે લખ્યુ છે કે તે વડાપ્રધાન તો છે, પણ તેમની પાસે પાવર નથી.


આ પણ વાંચો :