હુ છુ પીએમની રેસમાં - પવાર

નવી દિલ્હી| ભાષા| Last Modified શુક્રવાર, 10 એપ્રિલ 2009 (12:59 IST)

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે આ વાતનો સંકેત આપ્યો હતો કે, તે પણ પ્રધાનમંત્રી પદની રેસમાં છે અને ચૂંટણી બાદની ગઠબંધનની સ્થિતિમાં તેમને વામદળોનું સમર્થમ મળવાની આશા છે.

પવારે કહ્યું કે મનમોહનસિંહ માત્ર કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે પરંતુ તેમણે આ વાતનો જવાબ આપ્યો ન હતો કે, જો કેન્દ્રમાં ત્રિશંકુ સરકાર બને તો વામપંથી દળ નેતૃત્વ માટે કોઇ શરત રાખશે કે કેમ.

પોતાને પ્રધાનમંત્રી પદની દોડમાં હોવાનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું કે, આ પરિસ્થિતિ વિદ્યાલય અને કોલેજ જેવી છે. જ્યાં 60 ટકા ગુણ થીયરી અને 40 ટકા ગુણ પ્રેક્ટિકલના છે. ત્રીજા મોર્ચાને ગુણ પ્રેક્ટિકલથી મળશે.
સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, મારા જેવા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન જાદુઇ આંકડો પાર કરવા માટે હંમેશા પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ ઉપર નિર્ભર રહેતા હતા. મને લાગે છે કે, આજે સ્થિતિ બદલાઇ રહી છે. મારા માન્યા મુજબ ચૂંટણી બાદના દ્રશ્યમાં વામ મોર્ચાને અલગ રાખી નહીં શકાય,


આ પણ વાંચો :