શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લોકસભા09
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 7 એપ્રિલ 2009 (10:46 IST)

નીતીશ એનડીએનો સાથ છોડશે ?

નીતીશ એનડીએનો સાથ છોડશે ?

જનતાદળ યૂનાઈટેડના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ નવીન પટનાયકની જેમ એનડીએનો સાથ છોડી શકે છે.

એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ચૂંટણી બાદના વિકલ્પ ખુલ્લા છે અને તે પરિણામો બાદની સ્થિતિઓને જોઈને નિર્ણય લેશે કે તે કોની સાથે જશે. નીતિશના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ઉથલપથલ મચી જવા પામી છે.

પ્રચાર માટે મોદીની જરૂર નહીં

એટલું જ નહીં નીતીશે ભાજપને આંચકો આપતા જણાવ્યું છે કે બિહારમાં નરેન્દ્ર મોદીના પ્રચારની જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે બિહારમાં એનડીએ મજબૂત છે. આ નિવેદનથી નીતીશનો ઈશારો સ્પષ્ટ થઈ જાય છે કે તેમણે ભાજપનો સાથ ગમ્યો નથી.

બીજી તરફ નરેન્દ્ર મોદી વિશે ભાજપનું કહેવું છે કે મોદી હાલ ઘણા વ્યસ્ત છે અને હાલ ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવાનો તેમનો કોઈ કાર્યક્રમ નથી.

મોદી પશ્વિમ ભારતનાં ભાજપનાં પ્રભારી છે અને તેમનું વધુ ધ્યાન મહારાષ્ટ્ર અને ગુજરાત પર છે. તે ઝારખંડ અને અસમ જેવાં રાજ્યોમાં પ્રવાસ કરશે, જ્યાં ભાજપનું શાસન નથી.