1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By

મહાશિવરાત્રીને મોક્ષની રાત્રિ કેમ કહેવાય છે

પ્રસન્ન થશે શિવ, આવી રીતે કરો શિવની પૂજા

ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.

કહે છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

                                                                           આગળ જાણો કેમ છે શિવ પૂજ્ય

P.R

મહાદેવજીની સાકાર અને નિરાકાર બંને રૂપોમાં પૂજા કરવામાં આવે છે. શિવના પૂજનમાં શિવલિંગના પૂજનનુ વિશેષ મહત્વ માનવામાં આવ્યુ છે. જેનો અર્થ છે કે પ્રકૃતિ સમસ્ત યોનિયોની સમષ્ટિ સ્વરૂપ છે.

માનવતાનુ કલ્યાણ કરનારી કામના રાખનારા ભગવાન શંકરે સમુદ્ર મંથનમાંથી નીકળેલ વિષનુ સેવન કરીને સંપૂર્ણ ચરાચર જગતને આ સંદેશ આપ્યો કે તેઓ કાળના દેવતા પણ છે.

આગળ જાણો શિવરાત્રિ કેમ છે ખાસ
P.R

અન્યાય અને અત્યાચારના પર્યાય બનેલ તારકાસુરના વધનુ નિમિત્ત બનેલા ભગવાન શિવે માતા સતીને પોતાના પિતાના ઘરે યજ્ઞાગ્નિમાં ભસ્મ થયા બાદ તાંડવ નૃત્ય કરીને સમસ્ત લોકોમાં પોતાની સંહાર શક્તિનો પરિચય આપ્યો. આમ તો ઘણી બધી અદ્દભૂત શક્તિઓના સ્વામી ભગવાન શિવ સાથે જોડાયેલા છે. મહાશિવરાત્રિનુ પાવન પર્વ.

મહાશિવરાત્રિ કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર આવી કાલરાત્રિ છે. જે મનુષ્યોને પાપકર્મ, અન્યાય અને અનાચારથી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.

તેથી મહાશિવરાત્રિને કલ્યાણ અને મોક્ષ પ્રદાન કરનારીમે માનવામાં આવી છે. શ્રદ્ધાભાવથી થઈ રહેલ શિવ પૂજન ભગવાન શિવના પૂજન શ્રદ્ધાભાવના સાથે કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

પ્રસન્ન થશે શિવ, આવી રીતે કરો શિવની પૂજા
P.R

પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને 'ૐ નમ: શિવાય' નું ઉચ્ચારણ કરતા શિવલિંગ પર ગંગાજળ, ગાયનુ દૂધ, દહી, ઘી, મધ, પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.

ચંદન, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી, પંચમેવા, ફળ, ઘતૂરા, રુદ્રાક્ષ, બેલપત્ર,ફુલોમાં કનેર, નીલકમલ, ગુલાબ, ચમેલી, ગલગોટા વગેરે અર્પિત કરવાની સાથે સાથે ધૂપ અને દીપ પ્રજવલ્લિત કરવા જોઈએ.

ધ્યાન રહે કે શિવલિંગ પર ક્યારેય પણ ચંપા, કેતકી, કેવડા અને માલતીના ફુલ ન ચઢાવવા જોઈએ.

આગળ શિવરાત્રિની રાત્રે કરો આ કામ
P.R

મહાશિવરાત્રિની રાત્રે જાગરણ કરીને શિવજીની આરાધના કરવા અને શાંત ચિત્ત અને પૂર્ણ સાત્વિક ભાવથી વ્રત રાખવાથી ભક્તોના સમસ્ત દુ:ખ અને કષ્ટો દૂર થઈ જાય છે.

શિવ પૂજન દરમિયાન મહામૃત્યુંજય મંત્ર, શિવાષ્ટક , રુદ્રાષ્ટક, રામચરિતમાનસના બાલકાંડના હેઠળ શિવ સતી પ્રસંગનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. વ્રત ન પણ કરી શકો તો ઉક્ત પાઠથી પણ શિવ ઉપાસનાનુ સંપૂર્ણ ફળ મળી જાય છે.