શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (15:00 IST)

મહાશિવરાત્રિ પર બની રહ્યા છે 3 ખાસ યોગ જરૂર કરો આ ઉપાય

શિવ અને શક્તિની આરાધનાનો પર્વ મહાશિવરાત્રિ શ્રદ્ધા અને ભક્તિ સાથે 21 ફેબ્રુઆરીએ ઉજવાશે . આ વખતે ત્રણ ખાસ યોગ બનવાના કારણે મહાશિવરાત્રિ શિવ ભક્તો માટે ખાસ રહેશે. 
 
આ સમયે મહાશિવરાત્રિ પર સવાર્થ સિદ્ધના યોગ સાથે જ પ્રદોષ, શ્રવણ નક્ષત્ર હોવાથી આ ખાસ ફળદાયી રહેશે. ખાસ કરીને મહાશિવરાત્રિની પૂજા એક દિવસ પહેલા રાતથી જ શરૂ થઈ જાય છે પણ આ સમયે શિવરાત્રિ  દિવસે 21 ફેબ્રુઆરીથી થશે. 
 
મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી 2020 ના સાંજે 5 વાગ્યે 20 મિનિટથી શરૂ થઈ રહી છે 22 મી ફેબ્રુઆરી શનિવારની સાંજે સાત વાગ્યે 2 મિનિટ સુધી છે. તેથી આ દિવસે રાત્રે શિવ પૂજન શ્રેષ્ઠ ફળદાયી છે. 
 
પંડિત શાસ્ત્રી મુજબ આ દિવસે શિવલિંગ અને મંદિરમાં શિવને રાઈના કાચા દૂધથી સ્નાન કરાવતા વિદ્યા પ્રાપ્ત થાય છે. 
 
શેરડીના રસથી સ્નાન કરાવતા લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને શુદ્ધ જળથી સ્નાન કરાવતા બધી ઈચ્છાઓ પૂરી થાય છે. 
 
પુરાણોમાં કહ્યું છે કે માણસ આખુ વર્ષ એકપણ ઉપવાસ ન કરે  પણ શિવરાત્રિ પર વ્રત રાખે તો વર્ષભર ઉપવાસ રાખવાનું ફળ મળી જાય છે. 
 
શિવરાત્રિના દિવસે ભોલેનાથને જળાભિષેક કરાવવાની સાથે ગંગા સ્નાન અને દાન વધારે પુણ્યદાયક ગણાય છે.