મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (13:44 IST)

Mahashivratri - જાણો રૂદ્રાક્ષના પ્રકાર અને તેને ધારણ કરવાથી થતા ફાયદા

હિન્દુ પંચાગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દર્શીના રોજ ઉજવાતુ મહાપર્વ શિવરાત્રિ ભક્તોને ઈચ્છિત ફળ ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને આરોગ્યતા આપે છે. શિવને પ્રિય રૂદ્રાક્ષ શિવરાત્રિ પર ધારણ કરવુ ખૂબ લાભકારી છે. રૂદ્રાક્ષનો અર્થ છે શિવની આંખમાંથી નીકળનારુ આંસુ. રૂદ્રાક્ષની ઉત્પત્તિ શિવના આંસુઓથી થઈ એવુ માનવામાં આવે છે. આ વિશે એક કથા પ્રચલિત  છે જેના મુજબ શિવે પોતાના મનને વશમાં કરી સંસારના કલ્યાણ માટે અનેક વર્ષો સુધી તપ ક્રિયા કરી.  એક દિવસ અચાનક તેમનુ મન દુખી થઈ ગયુ જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની આંખોમાંથી આંસુના ટીપા ખરી પડ્યા 
 
આ આંસુના ટીપાથી રૂદ્રાક્ષ નામનુ વૃક્ષ ઉત્પન્ન થયુ. શિવમહાપુરાણ કીવિદયેશ્વરસંહિતામાં રૂદ્રાક્ષના 14 પ્રકાર બતાવ્યા છે. દરેકનુ મહત્વ ધારણ કરવાનો મંત્ર જુદો જુદો છે.  તેને માળાના રૂપમાં પહેરવાથી મળનારુ ફળ પણ અલગ જ છે. ધર્મ ગ્રંથો મુજબ આ રૂદ્રાક્ષને મહાશિવરાત્રિના દિવસે વિધિ વિધાનથી ધારણ કરનારાઓને વિશેષ લાભ મળે છે. તો આવો જાણીએ રૂદ્રાક્ષના પ્રકાર અને તેને ધારણ કરવાના મંત્ર અને થનારા લાભ વિશે માહિતી.. 
 
1. એક મુખવાળુ રૂદ્રાક્ષ - સાક્ષાત શિવનુ સ્વરૂપ છે. આ ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. જ્યા પણ આ રૂદ્રાક્ષની પૂજા કરવામાં આવે છે ત્યાથી લક્ષ્મી ક્યારેય દૂર જતી નથી. અર્થાત જે પણ તેને ધારણ કરે છે તે 
 
ક્યારેય ગરીબ નથી રહેતો 
 
આ રૂદ્રાક્ષને ધારણ કરવાનો મંત્ર છે ૐ હ્રીં નમ: 
 
2. બે મુખવાળુ રૂદ્રાક્ષ - આ રૂદ્દ્રાક્ષને દેવદેવ્શ્વર કહેવામાં આવ્યુ છે. આ સંપૂર્ણ કામનાઓ અને મનોવાંછિત ફળ આપનારુ છે. જે પણ  વ્યક્તિ આ રૂદ્રાક્ષને ધારણ કરે છે તેની દરેક ઈચ્છા પૂરી થાય છે. 
 
તેને ધારણ કરવાનો મંત્ર છે ૐ નમ: 
 
3.ત્રણ મુખવાળો રૂદ્રાક્ષ - સફળતા અપાવનારો છે. છે. તેની અસરને કારણે, તે જીવનના દરેક કાર્યોમાં સફળતા મળે  છે અને તે વિદ્યા પ્રાપ્તિ માટે ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાનો 
 
મંત્ર - ઓમ ક્લીં  નમ:
 
4. ચારમુખ મુખવાળો રુદ્રાક્ષ -  આ બ્રહ્મનું સ્વરૂપ છે. તેની દ્રષ્ટિ અને સ્પર્શથી વ્યક્તિને ધર્મ, અર્થ, કાર્ય અને મુક્તિ મળે છે.ધારણ કરવાનો મંત્ર - ૐ હ્રીં  નમ:
 
5 - પાંચમુખવાળો રૂદ્રાક્ષ - પાંચ મુખવાળો રુદ્રાક્ષ એ કાલાગ્નિ રુદ્ર સ્વરૂપ છે. તે બધું કરવામાં સક્ષમ છે. તે સર્વને મુક્તિ આપનરુ અને તમામ ઇચ્છિત પરિણામો પ્રદાન કરે છે તે પહેરવાથી આશ્ચર્યજનક માનસિક 
 
શક્તિનો વિકાસ થાય છે. ધારણ કરવાનો મંત્ર  ઓમ હ્રીં નમહ 
 
6. છ મુખવાળો રૂદ્રાક્ષ આ રૂદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનુ સ્વરૂપ છે તેને ધારણ કરવાથી બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળે છે. મતલબ જે પણ આ રૂદ્રાક્ષ પહેરે છે તેના બધા પાપ નષ્ટ થાય છે ધારણ કરવાનો મંત્ર છે ૐ 
 
હ્રી હં નમ: 
 
 7- 7  મુખવાળો રૂદ્રાક્ષ   અનંગસ્વરૂપ અને અનંગ નામથી પ્રખ્યાત છે. આ રૂદ્રાક્ષ પહેરનારો  ગરીબ પણ રાજા બની જાય છે. એટલે કે, જો ગરીબ લોકો પણ આ રુદ્રાક્ષ વિધિપૂર્વક પદ્ધતિ ધારણ કરે છે, તો તે 
 
ધનિક પણ બની શકે છે.  ધારણ કરવાનો મંત્ર - નમ હં  નમ:
 
8 - 8 મુખવાળો રૂદ્રાક્ષ - આ રૂદાક્ષ  અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ છે તેને ધારણ કરનારો  વ્યક્તિ મનુષ્ય પુર્ણાયુ થાય છે  એટલે કે, જે અષ્ટમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે, તેની ઉંમર વધે છે અને અકાળ મૃત્યુના ભયથી 
 
મુક્ત થાય છે.  ધારણ કરવાનો મંત્ર - ૐ હં નમ 
 
9 - 9 મુખવાળો રૂદ્રાક્ષ  -  આ રૂદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનો પ્રતિક માનવામાં આવે છે. ભૈરવ ક્રોધનુ પતિક છે અને કપિલ મુનિ જ્ઞાનનુ. મતલબ નૌમુખી રૂદ્રાક્ષ ને ધારણ કરવાથી ક્રોધ પર નિયંત્રણ કરી શકાય 
 
છે અને જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ શકે છે.  ધારણ કરવાનો મંત્ર છે  ૐ હ્રી હં નમ: 
 
10 - 10  મુખવાળો રૂદ્રાક્ષ  આ ભગવાન વિષ્ણુનુ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.  તેને  ધારણ કરવાનો મંત્ર છે ૐ હ્રીં નમ: 
 
11 -11 મુખવાળો રૂદ્રાક્ષ  આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે.  મતલબ જે પણ આ રૂદ્રાક્ષને ધારણ કરે છે તેને કોઈપણ ક્ષેત્રમાં ક્યારેય હાર થતી નથી. ધારણ કરવાનો મંત્ર છે ૐ હ્રીં હં નમ: 
 
12- 12  મુખવાળો રૂદ્રાક્ષ  આ રૂદ્રાક્ષ ધારણ કરવથી જાણે કે મસ્તક પર બાર આદિત્યવિરાજમાન થઈ જાય છે.  એટલે જીવનમાં માન સન્માન સમૃદ્ધિ પૈસા અન્ય કોઈપણ વસ્તુની કમી રહેતી નથી.  ધારણ કરવાનો 
 
મંત્ર છે ૐ કૌક્ષૌ રૌ નમ 
 
13 -1 3 મુખવાળો રૂદ્રાક્ષ  તેર મોઢાવાળો રૂદ્રાક્ષ વિશ્વદેવનુ રૂપ છે. તેને ધારણ કરીને મનુષ્ય સૌભાગ્ય અને મંગળ લાભ પ્રાપ્ત કરે છે. તેને ધારણ કરવાનો મંત્ર છે ૐ હ્રી નમહ 
14 - 14 મુખવાળો રૂદ્રાક્ષ  આ રૂદાક્ષ પરમ શિવસ્વરૂપ છે તેને ધારણ કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે.  ધારણ કરવાનો મંત્ર છે ૐ નમ :