શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (12:20 IST)

શિવરાત્રિના તહેવાર પર પર્સમાં મુકો ખાસ દોરો, જરૂર મુજબ આવતો રહેશે પૈસો

મહાશિવરાત્રિનો તહેવાર સોમવારના શુભ દિવસે જ આવી રહ્યો છે. . શિવરાત્રી પર શિવ પૂજન કરતા પહેલા તેમના પુત્ર ગણેશજીનુ પૂજન કરવાનુ વિધાન છે. 
 
ભોલે બાબાએ ખુદ તેમને અગ્ર પૂજા અધિકારી બનાવ્યા છે. તેથી સૌ પ્રથમ ગણેશજીનુ પૂજન કરીને શિવજી સાથે લક્ષ્મીને પણ પ્રસન્ન કરો.  તેથી સૌ પ્રથમ ગણેશજીનુ પૂજન કરો અને દેવી લક્ષ્મીને પણ પ્રસન્ન કરવાની આ સારી તક છે.
 
શ્રીમંત થવાની ઈચ્છા દરેકના મનમાં હોય છે. 
શિવરાત્રીના દિવસે ગણેશજીનો ખાસ ઉપાય કરીને આ ઈચ્છાને ફળીભૂત કરી શકાય છે. શિવરાત્રિ પૂજન પહેલા કાચા દોરા પર સાત ગાંઠ લગાવીને તેને બાપ્પાના 
 
ચરણોમાં મુકી દો. જ્યારે ચોથા પહરની પૂજા સમાપ્ત થઈ જાય તો તે દોરાને પર્સમાં મુકી દો. આ ઉપાયથી જરૂર મુજબ પૈસો આવતો રહેશે. ક્યારેય ધન-ધાન્યના ભંડારમાં કોઈ કમી નહી આવે.
 
વાસ્તુશાસ્ત્રીઓ મુજબ ધન સાથે સંબંધિત જે પણ અવરોધ આવે છે તેનો દોષ ઘર અથવા દુકાનમાં જ રહેલો હોય છે. ઘણીવાર એવુ થાય છે કે અજાણતા તે નજર 
 
અંદાજ થઈ જાય છે. બેંક અને પર્સમાં ધનની કમીને દૂર કરવા માટે શિવરાત્રિના દિવસે પ્રથમ પૂજ્ય ગણેશજી અને ધનની દેવી લક્ષ્મીની પ્રતિમાં યોગ્ય સ્થાન પર મુકો. 
 
ઘરના ઉત્તરી ભાગ ધન સંપત્તિના દ્વાર હોય છે. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કે તસ્વીર આ દિશામાં સ્થાપિત કરો. શાસ્ત્રો મુજબ ગણપતિજીને મહાલક્ષ્મીના માનસ-પુત્ર માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તને મહાલક્ષ્મીની મૂર્તિના ડાબી બાજુ વિરાજીત કરો. નીચે લાલ કપડુ પથારીને તેમાં લાલ રંગનો કાગળ, ચોખા, ગણેશ 
 
લક્ષ્મીની તસ્વીર, પીપળનુ પાન, ચાંદીનો સિક્કો, ગોમતી ચક્ર, રુદ્રાક્ષ મૂકીને પોટલી બનાવી તિજોરીમાં મૂક્વાથી ક્યારે ધનની કમી નહી રહે.