શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2016 (12:04 IST)

શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે

વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે.  પોતાના સાકાર રૂપમાં ભગવાન શંકર ત્રિભુવનના સ્વામી કહેવાય છે. આ એ જ ભગવાન શંકર છે જેમણે રાવણને સોનાની લંકા આપી હતી અને કુબેરને સમગ્ર બ્રહ્માંડના ધનના સ્વામી બનાવી દીધા હતા. 
 
આ શિવરાત્રિ પર એવુ કંઈક ખાસ કરો કે તમે પણ ધન કુબેર બની જાવ. જીવન ભર ધનની વર્ષા થાય... 
 
ઉપાય - સફેદ શિવલિંગ પર એક ચાંદી, સોના અને લોખંડનો ટુકડો ચઢાવીને લાલ કપડામાં બાંધીને સંપૂર્ણ વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરી ત્રણેય ટુકડા તેમને અર્પિત કરો અને ભગવાન શંકર પાસે યક્ષની જેમ ધનવાન થવાનુ વરદાન માંગી લો.  
 
श्रीं यं यक्षस्वरूपाय नमः शिवाय यं श्रीं॥
 
આ મંત્રનો 108 વાર જાપ કરીને તેની પોટલીને તિજોરીમાં મુકી દો.