શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.
				  										
							
																							
									  
	 
	મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.
				  
	 
	શિવભકતોમાં અદકેરૂ મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્યાં સ્થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાંખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પુજન કર્યુ.
				  																		
											
									  
	 
	બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.
				  																	
									  
	 
	જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે.
				  																	
									  
	 
	દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.
				  																	
									  
	 
	ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી.
				  																	
									  
	 
	વૈરાગ્ય શતક'ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.
				  																	
									  
	 
	ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.
				  																	
									  
	 
				  																	
									  
	પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે
	મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે ઐヘર્ય પણ આપે છે.
				  																	
									  
	 
	જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.
				  																	
									  				  																	
									  
	આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ...
				  																	
									  
	 
	જય ભોલેનાથ.... જય હો પ્રભુ...
	સબસે જગત મેં ઉંચા હૈ તું...'
				  																	
									  
		શિવરાત્રી પર ઘર લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ
		 
		ભસ્મ- ભસ્મ(રાખ) ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવૂં જોઈએ.
 				  																	
									  
		 
		રૂદ્રાક્ષ- રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે.
 				  																	
									  
		 
		ગંગાજળ- ભગવાન શિવને ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું, જેના કારણે ઘરના રસોડામાં ગંગા જળ રાખવાથી ઘરમાં તરક્કી બની રહે છે.
 				  																	
									  
		 
		ચાંદી કે તાંબાના ત્રિશૂળ- ઘરના હૉલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપન અકરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહી કરે છે.
 				  																	
									  
		 
		પાણીથી ભરેલો તાંના ના લોટા- ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ-વિશ્વાસ બન્યું રહે છે.
 				  																	
									  
		 
		ડમરૂ- બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નહી નાખતી. અને તેણે દરેક કામમાં સફળતા મળે છે.
 				  																	
									  
		 
		ચાંદી કે તાંબાના નંદી- જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનો મહ્ત્વ છે. તે જ રીતે ચાંદી કે તાંબાના નંદી ને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા-જવેલરી રખાય છે.
 				  																	
									  
		 
		ચાંદી કે તાંબાના નાગ - નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે. ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રૂકાવટ ખત્મ થઈ જાય છે.