રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. મહાત્મા ગાંધી
Written By
Last Updated : શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (17:44 IST)

ગાંધીજીનુ સાત્વિક ભોજન - ભોજનમાં આ 8 વસ્તુઓ જે મહાત્મા ગાંધીને હતી સૌથી વધારે પસંદ

2 ઓક્ટોબર 2021ના રોજ આખો દેશ રાષ્ટ્રપિતા ગાંધીની 152મી જનમ જયંતીનો ઉજવશે. 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીને આખી દુનિયા અહિંસાના પુજારીના રૂપમાં પૂજે છે. ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધીના અતુલ્ય યોગદાન પર  ભારતીયને ગર્વ છે. મહાત્મા ગાંધીના સત્યાગ્રહના કારણે અંગ્રેજ ભારત છોડવા  લાચાર થઈ ગયા. ગાંધીજી શાકાહારી હતા અને તેમના જીવનના એક સમયે તેમણે ચા અને કૉફી સુધીનો ત્યાગ કરી નાખ્યો હતો.  ખાન પાનની સાથે ગાંધીજીએ જેટલા પ્રયોગ કર્યા કદાચ જ દુનિયાના કોઈ માણસએ પોતાના આહારની સાથે આટલા અને આવા પ્રયોગ કર્યા હોય. આવો જાણીએ છે મહાત્મા ગાંધીને કઈ આઠ વસ્તુઓ સૌથી વધારે પસંદ હતી.
 
મહાત્મા ગાંધીને દાળ-ભાત બહુ ભાવતા હતા. દાળમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે. ગાંધીજીની જેમ  દરેક ભારતીય દાળ-ભાત ખૂબ પસંદ કરે છે.
rice vs roti
રોટલી, ગાંધીજીની ફેવરેટ હતી. તે તેમના ભોજનમાં રોટલીનો સમાવેશ જરૂર કરતા હતા. ગુજરાતી પરિવારમાં હોવાના કારણે બાળપણથી જ રોટલી ગાંધીજીને પસંદ હતી. રોટલી એવી વસ્તુ હતી જેને ગાંધીજીએ આજીવન ખાધી. 
 
ગાંધીજી હમેશા તેમના ભોજનમાં દહીંને શામેલ કરતા હતા. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દહીં અને છાશ એવી વસ્તુ છે જે દરેક ભારતીયને  પસંદ જ હોય છે અને લોકો તેને પોતાના ભોજનમાં શામેલ કરે છે. દહીં અને છાશ પાચન ક્રિયા માટે ખૂબ લાભકારી હોય છે.
 
રીંગણાનું શાક  -  ગાંધીજીને રીંગણા પણ ખૂબ પસંદ હતા. મહાત્મા ગાંધી તેમના ભોજનમાં બાફેલા રીંગણાનો ઉપયોગ કરતા હતા.
ગાંધીજી શુદ્ધ અને સાત્વિક ભોજનને જ સારું માનતા હતા. ગાંધીજી એવા ભોજનના વિરોધી હતા જેને ખાવાથી માણસ આવેશમાં આવી જાય. ગાંધીજી મીઠુ અને તેલની વગરનુ બાફેલુ શાક લેતા હતા. ગાંધીજીને બાફેલા મૂળા અને બીટ પસંદ હતા.
 
ગાંધીજીને દૂધી પસંદ હતી. દૂધીમાં ખૂબ પૌષ્ટિક તત્વ હોય છે. આ કારણે ગાંધીજી દૂધી ખાતા હતા. દૂધીની સાથે ગાંધીજીને કોળું પણ પસંદ હતું. પણ ગાંધી આ બન્ને શાકને  તેલ અને મીઠાના ઉપયોગ કર્યા વગર બાફીને જ ખાતા હતા.
peda
પેંડા- મોટા, નરમ અને દૂધ પેંડા એ ગુજરાતની પ્રિય મીઠાઈ છે. સ્થાનિક ગાયમાંથી જે દૂધ લેવામાં આવે છે તેનો જ ચુસ્ત રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવતી મીઠાઇઓમાંથી એક પેંડા જ ગાંધીજી ખાતા હતા.
 
જ્યુસ અને સ્ક્વોશ- ગાંધીએ તેમના સમર્થકોને દારૂથી દૂર રહેવા અને જ્યુસ અને સ્ક્વોશ જેવા પીણાઓને સ્વીકારવાનું પણ પ્રોત્સાહન આપ્યું. એવા માણસ માટે કે જે હંમેશા ઉપવાસ પર રહે છે તેમને માટે ફળનો રસ એ તાત્કાલિક શક્તિનો સ્રોત હતો.