સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Updated : શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (17:46 IST)

Mahatma Gandhi Jayanti 2023: 2 ઓક્ટોબરના રોજ જ કેમ ઉજવાય છે વિશ્વ અહિંસા દિવસ ? આ છે કારણ

gandhi jaynti porbandar
જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે ઘણા ક્રાંતિકારીઓ આગળ આવ્યા અને દેશને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને આ લોકોએ મરવાનો ડર પણ ન રાખ્યો અને તેમાંથી એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા. મહાત્મા ગાંધીએ હંમેશા અહિંસાનો માર્ગ અપનાવ્યો અને અંગ્રેજોને એક લાકડીના દમ પર ભારત છોડવાની ફરજ પાડી. ગાંધીજીએ ઘણા આંદોલનો ચલાવ્યા. અંગ્રેજોને કહ્યું કે તેઓ દેશને આઝાદ કરવાથી ઓછી કોઈ બાબતમાં માનશે નહીં. ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે રાત-દિવસ એક કર્યા. તેમની દેશભક્તિ જોઈને બધા ગાંધીજી સાથે જોડાતા ગયા અને પછી ગાંધીજી આગળ શું અને લોકો પાછળ. વિશ્વ અહિંસા દિવસ દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે તેની પાછળનું કારણ જાણો છો? કદાચ નહીં, તો ચાલો આજે અમે તમને જણાવીશુ 
 
આ રીતે લીધો આઝાદીની લડાઈમાં ભાગ 
 
મહાત્મા ગાંધીના જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમણે લંડનથી વકીલાતનો અભ્યાસ કર્યો અને બેરિસ્ટર બનીને  ભારત પરત ફર્યા. જ્યારે તે ભારત આવ્યા  ત્યારે તે સમયે ભારતની પરિસ્થિતિએ તેમને  ખૂબ પ્રભાવિત કર્યા, ત્યારબાદ તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. અહીં તેમણે અંગ્રેજોને ભારતમાંથી ભગાડીને જ દમ લીધો.
 
ચલાવ્યા આ આંદોલન 
1906 માં, મહાત્મા ગાંધીએ ટ્રાસવલ એશિયાટિક રજિસ્ટ્રેશન એક્ટ સામે પ્રથમ સત્યાગ્રહ શરૂ કર્યો.  ગાંધીજીએ મીઠા પર અંગ્રેજોના એકાધિકાર સામે 12 માર્ચ 1930 ના રોજ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો, જેમાં તેમણે અમદાવાદ નજીકના સાબરમતી આશ્રમથી દાંડી ગામ સુધી 24 દિવસ સુધી પદયાત્રા કરી હતી. આ સિવાય ગાંધીજીએ દલિત આંદોલન, ભારત છોડો આંદોલન જેવી ઘણી ચળવળો પણ ચલાવી હતી
 
વિશ્વ અહિંસા દિવસની ઉજવણી પાછળ આ છે કારણ 
 
ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો અને આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આનું કારણ એ છે કે મહાત્મા ગાંધી તેમના અહિંસક આંદોલન માટે જાણીતા છે તેમજ વૈશ્વિક સ્તરે ગાંધીજી પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
દર વર્ષે આ રીતે ઉજવવામાં આવે છે ગાંધી જયંતી 
 
2 ઓક્ટોબર સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે અને આ બધુ દર વર્ષે બાપુના સન્માનમાં કરવામાં આવે છે. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ, દેશના પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવો નવી દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લે છે અને ત્યાં સમાધિમાં પુષ્પો અર્પણ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપે છે.