શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 ઑક્ટોબર 2022 (14:57 IST)

આગામી 12 ઓક્ટોબરથી નવ દિવસ સુધી ભાજપની ગૌરવ યાત્રા યોજાશે, અમિત શાહ અને જે.પી.નડ્ડા હાજર રહેશે

amit shah
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા 12 ઓક્ટોમ્બરથી કરશે. નવ દિવસ 144 વિધાનસભામાં આ ગૌરવ યાત્રા યોજાશે. આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા એવી રીતે અલગ અલગ યાત્રાઓ યોજાઈ છે. ત્યારે ભાજપ દ્વારા પણ હવે ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ જોડાશે.

ભાજપની ગૌરવ યાત્રા આયોજન અંગે મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 12 ઓક્ટોબરથી ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ થશે.પહેલી યાત્રા બહુચરાજી પ્રસ્થાન થશે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કરાવશે. જે 9 જીલ્લામાં 33 વિધાનસભામાં યાત્રા જશે. 9 દિવસની આ યાત્રામાં 38 સભાઓ થશે. કચ્છ ખાતે માતાના મઢે આ સભા પૂર્ણ થશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતે પ્રસ્થાન થશે. 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ કરશે. આ ફાગવેલ ખાતે પૂર્ણ થશે. ત્રીજી યાત્રા ઉનાઈથી જ શરૂ થશે.

14 જિલ્લા 31 વિધાનસભામાં ફરશે. 28 સભાઓ સાથે અંબાજીમાં યાત્રા પૂર્ણ થશે. આ દક્ષિણ ગુજરાતમાં બંને યાત્રાનું પ્રસ્થાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. ગૌરવ યાત્રા અંગે ભાજપનાં ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં બે યાત્રા યોજાશે.જેમાં 12 ઓક્ટોબરના રોજ એક યાત્રા દ્વારકાથી પોરબંદર યાત્રા હશે જેની શરૂઆત જે.પી.નડ્ડા કરાવશે. 22 સભાઓ થશે. 13 ઓક્ટોમ્બરથી ઝાંઝરકાથી સોમનાથ સુધી આ યાત્રા થશે. જેનું પ્રસાથન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવશે. પાંચેય યાત્રા મળીને કુલ 144 વિધાનસભા યાત્રા થશે. 358 સ્થળોએ યાત્રાનું સ્વાગત થશે. 145 દિવસમાં 145 જાહેરસભાઓ કરશે. ધાર્મિક સ્થળોએ આ યાત્રા શરૂઆત કરવામાં આવતી હોય છે. બે યાત્રા સમાપન અંબાજી તેમજ સોમનાથ ખાતે તેમજ ફાગવેલ ખાતે થશે. 21 વર્ષમાં ગુજરાતમાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે. સરકારે અવનવા પ્રોજેક્ટના માધ્યમથી દેશને ભેટ આપી છે. વિધાનસભા વાઇઝ જનતા આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુદશે. રાજ્યનાં કેન્દ્રિયમંત્રીઓ ઉપરાંત કેન્દ્રિયમંત્રીઓ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે.