બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: કટિહાર. , શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (18:57 IST)

Katihar News: રેપના આરોપીને લોકોએ આપી મોતની સજા, ઝાડ સાથે બાંધીને માર્યો, બાળકી સાથે કર્યુ ગંદુ કામ

kathihar news
બિહારના કટિહારમાં ટોળા દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી છે (Bihar Crime News) યુવક પર નવ વર્ષની બાળકી સાથે ગંદું કામ કરવાનો આરોપ હતો. ગુરુવારે, ગ્રામજનોએ તેને એક ઝાડ સાથે બાંધી દીધો અને જ્યાં સુધી તે મરી ગયો ત્યાં સુધી તેને નિર્દયતાથી માર્યો. (Man Beaten To Death). માર માર્યા બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અહીં, મામલાની માહિતી મળતાં જ પોલીસ(Police Investigation) ઘટનાસ્થળે પહોંચી, કોઈક રીતે આરોપીને ભીડમાંથી બચાવ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

 
નવ વર્ષની બાળકી સાથે રેપના આરોપમાં મર્ડર 
 
એવુ કહેવાય રહ્યુ છે કે 30 વર્ષના મોહમ્મદ સગીરે રાત્રે બે વાગે માતા સાથે સૂઈ રહેલી નવ વર્ષની બાળકીને સૂતેલી અવસ્થામાં જ ઉઠાવીને બહિયાર લઈ ગયો. ત્યા તેની સાથે ગંદુ કામ કર્યુ. બાળકી દ્વારા બૂમો પાડવાની સ્થિતિમાં યુવકે તેને નદીમાં ફેંકવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ માતાની ઉંઘ ખુલી અને પુત્રીને ન જોતા તે તેની શોધખોળ કરવા લાગી. બીજી બાજુ ઘરેથી થોડાક દોર ગેસ ગોદામની નજીક આરોપી યુવક અને બાળકીને પકડીને ગામમાં લાવવામાં આવ્યા. ત્યારબાદ પરિવારના લોકોએ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો. 
 
પોલીસ કરી રહી છે તપાસ 
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીઓને પોતાના કબજામાં લીધો હતો.   તેને સારવાર માટે પીએચસી હસનગંજમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં આરોપીને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.