રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By હેતલ કર્નલ|
Last Updated : શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (12:45 IST)

Crime News - સરખેજમાં ત્રણ નરાધમોએ વારાફરતી બળાત્કાર ગુજારી બનાવ્યો વીડિયો, ત્રણની ધરપકડ

અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. શહેરના સરખેજ વિસ્તારમાં પતિને શોધતી મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવી છે. આટલું જ નહીં, ત્રણેયએ વારાફરતી બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો. ત્યાર બાદ મહિલાને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. પકડાયેલા આરોપીઓમાં વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનીશખાન પઠાણ અને ઈન્દ્રીશ ઘાંચીનો સમાવેશ થાય છે.
 
મળતી માહિતી મુજબ, આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાત્રે રિક્ષામાં તેના પતિની રાહ જોઈ રહેલી મહિલા સાથે બળજબરીથી ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ 34 વર્ષની મહિલાનો વીડિયો પણ બનાવ્યો હતો. આરોપી વારંવાર મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત આરોપીઓ મહિલાના પતિને ઓળખતા હતા, જેની પાસેથી તેઓ તેના પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. બે મહિના બાદ મહિલાએ તેના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પતિએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
 
ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે પોલીસે આ ઘટનાના પુરાવા એકત્ર કરવા તપાસ શરૂ કરી છે.