સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (13:57 IST)

લેહમાં લહેરયો હાથથી બનેલો દેશનો સૌથી મોટો તિરંગો, કેન્દ્ર શાસિત પ્રદેશે બાપૂને આ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Gandhi Jayanti 2021)ની 152મી જયંતી ઉજવાય રહી છે. દરેક કોઈ આ અવસર પર બાપૂને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યુ છે. આ કડીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં પણ ગાંધી જયંતી ખૂબ જ ખાસ ઢંગથી ઉજવાય રહી છે. બાપૂની જયંતીના અવસર પર આજે લેહમાં હાથથી બનેલો સૌથી મોટો તિરંગો લહેરાવવામાં આવ્યો. તેને લેહમાં જાંસ્કર ઘાટીમાં લગાવ્યો છે. ખાદીથી બનેલો તિરંગો મુંબઈની એક પ્રિટિંગ કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. 
 
મુંબઈની કંપની કેવીઆઈસી એ દુનિયાનો આ સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો છે. કેવીઆઈસીએ  "આઝાદી કા અમૃત મહોત્સવ" ના ભાગરૂપે આ રાષ્ટ્રધ્વજની કલ્પના કરી. ધ્વજ 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને તેનુ વજન લગભગ 1400 કિલોગ્રામ છે. સુરક્ષા દળોએ દેશભરના ઐતિહાસિક સ્મારક અને વ્યૂહાત્મક સ્થળો પર ધ્વજ પ્રદર્શિત કરવાની યોજના તૈયાર કરી છે. ત્રિરંગાને સંભાળવા અને પ્રદર્શિત કરવા માટે ધ્વજ ભારતીય સેનાને સોંપવામાં આવ્યો હતો. આ તિરંગો બનાવવા માટે 4500 મીટર ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તિરંગો કુલ 37,500 ચોરસ ફૂટ વિસ્તારને આવરી લે છે. 70 કારીગરોને રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં 49 દિવસ લાગ્યા.
 
એયરફોર્સ ડે પર હિંડનમાં લહેરાવશે આ તિરંગો 
 
સૌથી મોટા તિરંગાના અનાવરણ અને ગાંધી જયંતીના કાર્યક્રમના અવસર પર આર્મી ચીફ એમએમ નરવણે અને લદ્દાખના ઉપરાજ્યપાલ હાજર રહ્યા. 8 ઓક્ટોબરે એરફોર્સ ડે નિમિત્તે હિન્ડનમાં પણ આ તિરંગો લગાવવામાં આવશે. ઝંસ્કાર કારગિલ જિલ્લાની એક તહસીલ છે જે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સ્થિત છે અને કારગિલથી 250 કિલોમીટર દૂર એનએચ 301 પર છે. આ ઘાટી લદ્દાખથી લગભગ 105 કિમી દૂર છે. સાથે જ જાંસ્કાર રેન્જ લદ્દાખની પર્વતમાળા છે
 
ટેથિસ હિમાલયનો ભાગ 
ભૂવૈજ્ઞાનિક રૂપે જાંસ્કર રેંજ ટેથિસ હિમાલયનો ભાગ છે. જાંસ્કાર રેન્જની સરેરાશ ઊંચાઈ લગભગ 6,000 મીટર (19,700 ફૂટ) છે. તેનો પૂર્વી ભાગ રૂપશુના નામથી ઓળખાય છે. જાંસ્કરને એક જિલ્લામાં બદલવાની માંગ કરવામાં આવી રહી છે. જાંયે ભારતની એ સુંદર સ્થાનોમાંથી એક છે જેનુ સૌદર્ય જોવા જેવુ છે. ઝાંસ્કર ઘાટી બરફથી ઢંકાયેલા પર્વતો અને સ્વચ્છ નદીઓથી સુશોભિત છે. આ ખીણને ઝેર અથવા ઝાંસ્કર જેવા સ્થાનિક નામોથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે 7 મી સદીમાં લદ્દાખમાં બૌદ્ધ ધર્મની રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે તેની અસર ઝાંસ્કર ખીણ પર પણ પડી હતી. તે બૌદ્ધ ધર્મની ભક્તિનું કેન્દ્ર પણ બન્યું.